મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી પૂરતું પાણી ન મળતું હોવાની હતી અને મોરબીનો જે મચ્છુ 2 ડેમ છે તેના દરવાજા રીપેરીંગ કરવા માટે ડેમ ખાલી કરવામાં આવી હોય જેને લઈને પાણીની અછત સર્જાઇ હતી ત્યારે આ મામલે ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ ધારાસભ્ય દુર્લભજી દેથરિયા દ્વારા મચ્છુ બે ડેમ ખાતે ચાલતા રીપેરીંગ કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ઝડપથી કામ પૂર્ણ થાય તે માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.
મોરબીમાં પાણીની બુમરાણને લઈને ધારાસભ્ય કાંતિ અમૃતિયા જણાવ્યું હતું કે 44 વર્ષ બાદ આ મચ્છુ બે ડેમનું રીપેરીંગ થઇ રહ્યું છે અને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે આ મચ્છુ બે ડેમના જે દરવાજા છે તેનું રીપેરીંગ કામ કરવું અત્યંત જરૂરી હતું મોરબી વાસીઓને પાણીની તકલીફનો સામનો કરવો પડ્યો છે એ માટે હું ક્ષમા માંગુ છું પરંતુ મોટી દુર્ઘટનાને ટાળવા માટે આ રીપેરીંગ કરવું જરૂરી હતું જેથી આ રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે અને આ રીપેરીંગ કામ છે તે આગામી આઠ દિવસમાં પૂર્ણ થઈ જવાનું છે. અને હવેથી બે ત્રણ દિવસ પછી થીજ મોરબીવાસીઓને પાણીની કોઈપણ જાતની અછત નહીં રહે અને અધિકારીઓને પણ આ કામ ઝડપથી અને સારું થાય તે માટે તેમજ લોકોને પૂરતું પાણી મળે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.