મોરબી જિલ્લા વકીલ મંડળના વકીલો દ્વારા નવા નિમાયેલા એડિશનલ ડીસ્ટ્રીક જજ પંડ્યા સાહેબ,સિનિયર સિવિલ જજ ઇજનેર સાહેબ તથા ડીએલએસએ પારેખનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા દ્વારા નવા નિમાયેલા એડિશનલ ડીસ્ટ્રીકટ જજ પંડ્યા સાહેબ, સિનિયર સિવિલ જજ ઇજનેર સાહેબ તથા ડીએલએસએ પારેખનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રિક જજ દેવધરા સાહેબ તમામ ન્યાયધિસો તથા બાર એસોસિએશન સેક્રેટરી વિજય સેરશીયા, ઉપપ્રમુખ ટી બી દોશી, જોઇન્ટ સેક્રેટરી ઉદયસિંહ જાડેજા, કારોબારી સભ્ય કરમશી પરમાર, બ્રીજરાજસિંહ જાડેજા તેમજ સાગર પટેલ તથા મોટી સંખ્યામાં સિનિયર તથા જુનિયર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવ નિયુક્ત જજ સાહેબોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ કાર્યક્રમને અંતે બાર એસોસીએશનના પ્રમુખ દિલીપ અગેચાણીયા એ તમામનો આભાર વ્યકત કર્યો હતો.