મોરબી બી ડિવિઝન પોલીસ મથક ટીમે પોકેટકોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરાઉ બાઈક સાથે બાઈક ચોરને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ મોરબીના માળીયા ફાટક ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમ્યાન માળીયા બાજુથી સર્વીસ રોડ ઉપર એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું બાઈક આવતા જેને અટકાવી બાઈક અંગેના જરૂરી કાગળો માંગતા બાઈક ચાલકે પોતાની પાસે નહી હોવાનુ જણાવ્યું હતું. જેથી બી ડિવિઝન પો.કોન્સ પ્રદીપસિંહ બહાદુરસિંહ દ્વારા પોકેટકોપ મોબાઇલ એપ્લીકેશનમા બાઇકના એન્જીન અને ચેચીસ નંબર સર્ચ કરતા aa બાઈક આષીશભાઇ રામજીભાઇ કામાણી રહે-ગોંડલ રોડ રાજકોટ વાળાના નામનુ બતાવતા હોય જે બાઈક ચોરી થયાની ફરિયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ હોય તે બાઈક હોય જેથી ચોરાઉ બાઈક ચાલક આરોપી મહેશભાઇ ઉર્ફે છોટુ દીપકભાઇ દેલવાડીયા ઉવ.૨૧ હાલ રહે-પાડાપુલ નીચે મોરબી મુળરહે.લીલાપર રોડ રામાપીરના મંદીર પાસે મોરબીની અટકાયત કરી આરોપી પાસેથી ચોરીનું બાઈક કબ્જે લઇ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.