મોરબી રેલવે સ્ટેશન ખાતે હાલ રીપેરીંગ કામ ચાલુ હોય જેમાં આજરોજ કામીખીયા ના ટ્રેન ના પેસન્જરો અને વાંકાનેર થી ડેમુ ટ્રેન ની અવર જવર વચ્ચે દરરોજ પેસેન્જરો થી ધમધમતા મોરબી રેલ્વે સ્ટેશન ની જીવતા અને લીકેઝ કેબલો સાથે ચાલવાના રસ્તે લોખંડની સીડીઓ પણ નજરે પડે છે પેસેન્જરોની સેફટી કેટલી તે નરી આંખે જોઇ શકાય છે.
અમારા પ્રતિનિધિ એ સ્ટેશન માસ્તર નુ ધ્યાન દોરવતા તાત્કાલિક ના ધોરણે કોન્ટ્રાક્ટર ને બોલાવી લીકેઝ કેબલને ઠીક કરી આપવાની ખાત્રી સ્ટેશન માસ્તર દ્વારા આપવામાં આવી હતી, હવે જોવાનું એ રહ્યુ કે ખરેખર પેસન્જરો ની સેફટી માટેની તૈયારીઓ કરવામાં આવે છે કે રુટીન મુજબ લીકેઝ કેબલો પેસેન્જરોને ભગવાન ના ભરોસે મુકવામાં આવે છે.