મોરબી તાલુકા પોલીસની ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન જવાના કાચા રસ્તેથી ક્રેટા કારમાં વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયરના ટીન તથા કાચની બોટલ સહીત ૪૩૨ નંગ કિ.રૂ.૯૫,૮૨૦/- લઇ નીકળેલા રાજકોટના બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલ બંને આરોપીઓની સઘન પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર મોરબીના એક શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. આથી મોરબી તાલુકા પોલીસે ક્રેટા કાર તથા દારૂ-બીયરનો જથ્થો કબ્જે લઇ ત્રણેય આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસની ગતિવિધિ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઈ એન.આર.મકવાણા તથા પોલીસ કોન્સ. પંકજભા ગુઢડા તથા જયદીપભાઇ પટેલને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન જવાના કાચા રસ્તેથી એક સફેદ કલરની ક્રેટા કાર રજી.નં. જીજે-૦૭-ડીએ-૦૦૫૦માં વિદેશી દારૂનો જથ્થો ભરી માળીયા-મોરબી હાઇવે તરફ જનાર છે. જે મુજબની બાતમી મળતા તુરંત મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમ વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત રજી.નંબરની સફેદ કલરની ક્રેટા કાર બેલા ગામની સીમ, ખોખરા હનુમાન જવાના કાચા રસ્તે, લેપવીંગ સિરામીક સામેથી પસાર થતા તેને બેરીકેડની આડસ ઉભી કરી કાર રોકાવી ચેક કરતા ક્રેટા કારમાં બે ઇસમો બેસેલ હોય અને કારની પાછળની સીટમાં તથા ડેકીમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની નાની-મોટી વિદેશી દારૂની બોટલ નંગ-૨૫૮ કિં.રૂ.૭૭,૫૨૦/- તથા કાચ તથા ટીનના બીયર નંગ-૧૭૪ કિં.રૂ.૧૮,૩૦૦/- મળી કુલ ૪૩૨ નંગ ફૂલ કિ.રૂ.૯૫,૮૨૦/- મળી આવતા ક્રેટા કાર ચાલક આરોપી આમીર રફીકભાઇ મોગલ ઉવ.૩૦ તથા કારની બાજુની સીટમાં બેસેલ આરોપી અનીશ રફીકભાઇ મોગલ ઉવ.૨૧, બંને રાજકોટ બજરંગ વાડી, જુણેજા હોલની પાછળની સ્થળ ઉપરથી અટક કરાઈ હતી. જયારે પકડાયેલ બંને આરોપીની પ્રાથમિક સઘન પૂછપરછમાં વિદેશી દારૂનો માલ ભરી આપનાર આરોપી વિપુલભાઇ સોમાભાઇ કોળી રહે. પીપળી, તા.જી.મોરબીના નામની કબૂલાત આપતા તેને ફરાર દર્શાવી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.


