મોરબી તાલુકામાં આવેલ ડેમી-૩ સિંચાઈ યોજનાના ડેમની સલામતીના ભાગરૂપે મેઇન્ટેનન્સની કામગીરીને કારણે ડેમના ત્રણ દરવાજા ખોલી ડેમનું પાણી નદીમાં છોડવામાં આવનાર હોય ત્યારે હેઠવાસના તમામ ગામોને અલર્ટ કરી ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે.
મોરબી તાલુકાના કોયલી ગામ નજીક આવેલ ડેમી-૩ ડેમની સલામતીના ભાગરૂપે રીપેરીંગ કામ કરવાનું હોવાથી રાજકોટ સિંચાઈ વર્તુળ દ્વારા એક પ્રેસ યાદી પ્રસિદ્ધ કરાઈ છે જેમાં જણાવ્યા અનુસાર ડેમી-૩ ડેમના તા.૧૦/૦૬ના રોજ સવારે ૯ વાગ્યે ત્રણ દરવાજા ખોલી નદીના પટ્ટમાં પાણી છોડવામાં આવનાર હોવાથી હેઠવાસના મોરબી તાલુકાના કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, જીંજુડા, સામપર થતા જોડિયા તાલુકાના માવુનુગામ એમ ૭ ગામોના લોકોને એલર્ટ કરી ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા સૂચના આપવામા આવી છે.