મોરબીમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ૫૧ માં પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સેગમ સીરામીક તેમજ એલ.ઈ.કોલેજમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
મોરબી:દર વર્ષે, ૫ જૂનના દિવસને વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ ૧૯૭૪ માં ઉજવવામાં આવ્યો હતો. પર્યાવરણીય જોખમો અને તેનાથી થતા નુકસાનને કેવી રીતે અટકાવી શકાય તે અંગે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે એક અભિયાનના ભાગરૂપે આ દિવસે પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં પણ ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા વૃક્ષારોપણ કરી ૫૧માં પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી.
આ તકે ગુજરાત ગેસના જી.એ.હેડ ર્ડો.કમલેશ કંટારીયા તેમજ સેગામ સીરામીકના માલિક અને સીરામીક એસોસિએશનના પ્રમુખ એવા મુકેશભાઈ કુંડારીયા દ્વારા સમગ્ર અભિયાનમાં વૃક્ષારોપણ કરી ભારે જહેમત ઉઠાવી હતી. ત્યારે આ ઝુંબેશ હાથ ધરી પર્યાવરણ પ્રત્યે પોતાનું યોગદાન આપ્યું હતું. જયારે આ ઉપરાંત સીરામીક એસોસિએશન અને ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એલ.ઈ.કોલેજ ખાતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરી પર્યાવરણ દિવસને સાર્થક બનાવ્યો હતો.