મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમ લક્ષ્મીનગર ગામથી આગળ મોરબી-માળીયા નેશનલ હાઈવેથી કારખાના તરફ જતા ખેતરની બાજુમાં કાચા રસ્તે ડમ્પર ચલાવવા બાબતે ડમ્પરના માલીકને ચાર શખ્સોએ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારી મૂંઢ ઈજાઓ પહોંચાડતા ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર જુના સાદુળકા ગામની સીમ નજીક લક્ષ્મીનગર ગામથી આગળ મોરબી-માળીયા નેશનલ હાઈવે રોડ થી ફોનીક કલર કારખાના તરફ જતા કાચા રસ્તે હંસરાજભાઇ તેજાભાઈ પાંચોટિયાનું ખેતર આવેલ છે. જે ખેતરની બાજુમાંથી કારખાને જવા આવવા કાચો રસ્તો છે જ્યાં ચાલતા વાહનોને હંસરાજભાઇ તથા તેના પુત્રો દ્વારા દાદાગીરીથી ચાલવા નહિ દઈ અવાર નવાર ઝઘડો કરતા હોય છે. ત્યારે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામના રહેવાસી મોહનસિંહ ઉર્ફે અટુભા ફતેસિંહ ઝાલા ઉવ-૨૬ પાસે બાર વ્હીલ વાળુ ટાટા કમ્પનીનું ડમ્પર રજીસ્ટર નંબર જીજે-૩૬-એક્સ-૭૨૪૫ હોય જે ડમ્પર લઈને તેમના ડ્રાઈવર દ્વારા મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડથી ફોનીક કલર કારખાના તરફ હંસરાજભાઇના ખેતર સામે જતા કાચા રસ્તે ગયેલ હોય જે હંસરાજભાઈને ગમેલ ન હોય જેથી હંસરાજભાઇ તથા તેના બે પુત્રો સહીત ચારેય આરોપીઓએ મોહનસિંહ ઝાલા કે જેઓ પોતાની કાર લઈને ફોનિક કલર લેબના કારખાના પાસેથી જતા હોય ત્યારે હંસરાજભાઇ તેજાભાઇ પાંચોટીયા, કપીલ હંસરાજભાઇ પાંચોટીયા, સત્યમ હંસરાજભાઇ પાંચોટીયા તથા હરખજીભાઇ રાજકોટીયા ઉપરોકત બધા રહેવાસી-લક્ષ્મીનગર ગામ તાલુકો જીલ્લો મોરબી દ્વારા મોહનસિંહને જેમ-ફાવે તેમ ગાળો આપી ઢીંકા-પાટુનો મુંઢમાર મારી મોહનસિંહના હાથની આંગળીમાં ફ્રેકચર કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત મોહનસિંહે મોરબીની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઇ ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.