‘શાંતિ, સામાજિક સંવાદિતા અને સમજણ જાળવવા અને વિક્ષેપ અને માનવ મૂલ્યો માટે જોખમી પરિબળો સામે લડવાની પ્રતિજ્ઞા લઈએ છીએ’
મોરબી:૨૧ મી મે ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આતંકવાદી સંગઠન દ્વારા હત્યા કરવામાં આવી હતી જેને અનુસંધાને દર વર્ષે તા.૨૧ મે ના રોજ દેશમાં “રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિન” તરીકે આતંકવાદની વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે ઉજવવામાં આવે છે.
ત્યારે ગઈકાલે તા.૨૧ મે નિમિત્તે મોરબી માહિતી કચેરી ખાતે માહિતી શાખાના અધિકારી તથા કર્મચારી ભરત ફુલતરીયા, પ્રવીણ સનાળીયા, તેજસ રૂપાણી, હિતેશ્રી દવે, જય રાજપરા, કિશોર ગોસ્વામી તથા તમામ સહાયક કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા જેમાં સૌએ આતંકવાદ અને અહિંસાથી દૂર રહી રાષ્ટ્રની અસ્મિતા અને અખંડિતાના રક્ષણનો સંકલ્પ પણ કર્યો હતો.


