મોરબીના ઘુંટુ ગામ નજીક લગ્ધીરપુર રોડ પર આવેલ ટાઇલ્સ સીરામીક કારખાનામાં ગ્લેઝ લાઈન વિભાગ પાસે પાર્ક કરેલ એક બાઈક જેની કિ.રૂ.૧.૨૫ લાખ જેની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયા અંગેની બાઈક ધારક દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના ઘુંટુ ગામની સીમમાં લગધીરપુર રોડ ઉપર મજની નામના ટાઇલ્સ બનાવતી ફેક્ટરીમાં ગ્લેઝ લાઈન વિભાગ પાસે યામાહા મોટર્સ કંપનીનુ યામાહા આર-૧૫ મોડલનુ મોટર સાયકલ જેના રજી નં- જીજે-૩૬-એકે-૬૧૩૯ કિ.રૂ-૧,૨૫,૦૦૦/- વાળુ મોટરસાઇકલ ગત તા.૨૦ મે ના ૧૦.૦૦ વાગ્યાથી તા-૨૧ મે ૨૦૨૪ ના રાત્રીના ૧૨.૩૦ વાગ્યાના અરશામા કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ જતા બાઈક ધારક તરૂણકુમાર ધીરજલાલ કોરડીયા ઉવ-૩૫ રહે.હાલ-સમર્પણ એપાર્ટમેન્ટ બ્લોક નં-૦૨ રવાપર-ઘુનડા રોડ મોરબી મુળ ગામ-બગથળા, તા.જી.મોરબી દ્વારા પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવી હતી બાદમાં મોરબી તાલુકા પોલીસ મથકમાં રૂબરૂ બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી એવા અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.