By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીના મચ્છુ નદીના પટ્ટમા બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવેલ બાંધકામ અંગે તપાસ કમિટીએ જીલ્લા કલેકટરને અહેવાલ સુપરત કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબીના મચ્છુ નદીના પટ્ટમા બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવેલ બાંધકામ અંગે તપાસ કમિટીએ જીલ્લા કલેકટરને અહેવાલ સુપરત કર્યો

agragujaratnews
Last updated: 2024/06/15 at 12:54 PM
2 years ago
Share
SHARE

મોરબીમાં ઝૂલતા પુલ નજીક શ્રીસ્વામિનારાયણ મંદિરનું બાંધકામ છેલ્લા ઘણા સમયથી ચાલુ છે ત્યારે મચ્છુ નદીના પટ્ટમાં નદીની પહોળાઈ ઘટતી હોય તેમજ નદીના પાણીનું જે વ્હેણ હોય તેમાં રૂકાવટ આવે તેમ એક વિશાળ ઊંચી દીવાલનું બાંધકામ મોરબી વકીલ મંડળના પ્રમુખ તેમજ અમુક સામાજિક કાર્યકરોના ધ્યાને આવતા જે બાબતે એક કમિટી બનાવી મોરબી જીલ્લા કલેકટરમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી જે અનુસંધાને જીલ્લા કલેકટર દ્વારા એક તપાસ કમિટીની રચના કરી હતી જેમાં મોરબી પ્રાંત અધિકારી, પાલિકા ચીફ ઓફિસર તેમજ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરને સંયુક્તમાં સમગ્ર મામલે તપાસ કરી દિવસ પાંચમાં અહેવાલ સુપરત કરવા કડક સૂચના આપવામાં આવી હતી. હાલ તપાસ કમિટી દ્વારા અલગ અલગ અહેવાલો જીલ્લા કલેકટરને મોકલી આપેલ હોય જે મળેલ અહેવાલના આધારે હાલ તપાસની પ્રક્રિયા ચાલુ છે

 

મચ્છુ નદીમાં થઈ રહેલા દિવાલના બાંધકામ બાબતે બીએપીએસ સંસ્થા વતી સંપ્રદાયના હરિભક્ત અને બિલ્ડર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ભરતભાઇ બોપલીયા દ્વારા પત્રકાર પરિષદ યોજી ખુલાસો આપ્યો હતો કે બીએપીએસ સંસ્થા હંમેશા માનવ કલ્યાણ તથા સમાજના લોકો માટે કામ કરતી સંસ્થા છે, મોરબીમાં ડેમ હોનારત તેમજ પુલ દુર્ઘટના જેવી આપદા સમયે પ્રમુખસ્વામી મહારાજ સહિતનાઓ એ તમામ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી વિકટ પરિસ્થિતિમાં મોરબિવસીઓ વ્હારે ખડેપગે રહ્યા છે. ત્યારે આ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે બાંધકામ માટેની તમામ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ બાંધકામ ચાલુ કરેલ છે અને મંદિરની માલિકીની જગ્યા ઉપર જ કાયદેસરનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વાત થઈ રહી છે નદીના પટ્ટમાં આવેલ દીવાલ, જે દીવાલ પહેલેથી જ હોય સંસ્થા દ્વારા આ દીવાલ ઊંચી કરી તેમાં ચણતર કરવામાં આવ્યું છે. જ્યાં મોરબીવાસીઓ માટે ઘાટ અને બગીચાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ દિવાલના બાંધકામ અંગે પ્રશાસન દ્વારા જે કહેવામાં આવશે તે મુજબ મળેલ સૂચનાનું પાલન કરવામાં આવશે

 

મોરબી વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા દ્વારા જણાવ્યું હતું કે મચ્છુ નદી પટ્ટમાં કરવામાં આવતા સ્વામિનારાયણ સંપ્રદાય સંસ્થા દ્વારા કરવામાં આવેલ ધાર્મિક બાંધકામનો કોઈ વિરોધ નથી પરંતુ જે રીતે નદીના પાણીનો વ્હેણના રૂકાવટ તેમજ નદીની પહોળાઈ ઘટાડી જે બાંધકામ કરવામાં આવ્યું ધ્યાને આવતા જેની મોરબી વહીવટીતંત્રમાં રજૂઆત કરવા ચાર સભ્યોની કમિટી બનાવી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેની તપાસ તથા માપણી કર્યા બાદ નદીના પટ્ટમા દીવાલનું ચણતર કરવામાં આવ્યું તે કાયદેસર નથી અને તે બાબતે નગરપાલિકા દ્વારા દિવસ ત્રીસમા દૂર કરવા નોટિસ આપવામાં આવી છે  તેમ જણાવ્યું હતું.

 

જ્યારે ઉપરોક્ત બાબતે તપાસ કમિટી દ્વારા સુપરત કરાયેલ અહેવાલની વિગતો આપતા મોરબી જીલ્લા કલેકટર કે.બી ઝવેરી દ્વારા જણાવવામાં આવ્યું કે મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દવારા થઈ રહેલ બાંધકામ બાબતે પ્રાંત અધિકારી, નગરપાલિકા ચીફ ઓફીસર,મોરબી ડી.આઈ.એલ.આર, મોરબી સિંચાઇ વિભાગ કાર્યપાલક ઈજનેરના સંયુકત તપાસ કરી અહેવાલમાં જણાવવામાં આવ્યા મુજબ જેમાં મોરબી ડી.આઈ.એલ.આર.ના રીપોર્ટ મુજબ સંસ્થાની જમીનની હદની બહાર બાંધકામ થયેલ હોય જેટલું બાંધકામ દૂર કરાવવાનું રહે છે. ચીફ ઓફીસરના રીપોર્ટ મુજબ સંસ્થા દવારા કરવામાં આવેલ બાંધકામમાં બાંધકામના નિયમો મુજબ વોટરબોડીઝ(નદી) થી નિયમોનુસારનું અંતર જાળવવામાં આવેલ નથી. તેમજ નગરપાલિકા દવારા બાંધકામ મંજુરી બાબતે સંસ્થાને નોટીસ આપવામાં આવેલ છે. જે દિવસ ત્રીસમા સંસ્થાના સ્વખર્ચે દૂર કરવાનું રહેશે

 

વધુમાં કલેકટર દ્વારા જણાવાયું કે સંસ્થા દવારા જે રીતે પ્રેસ પરિષદમાં જણાવ્યા મુજબ પ્રશાસનની સુચનાનું પાલન કરવા અને લોકોને નડતરરૂપ ન થાય તેની તકેદારી સંસ્થા દવારા રાખવામાં આવશે તેવુ પણ જણાવેલ છે. મંદિર સત્તાવાળા / સંતો તરફથી મોરબી તંત્ર પાસે નહી પરંતુ મીડીયાને જણાવેલ છે કે પ્રશાસનની સાથે રહેશે અને સુચનાનું પાલન કરશે. જેથી હવે આ મામલે કોઈ  વિવાદનો પ્રશ્ન રહેતો નથી. બીએપીએસ સંસ્થાનો કોઈ વિરોધ નથી કે પ્રશાસનની કામગીરી અટકાવવા વિનંતી પણ નથી કરી, બાંધકામ દુર કરવાનું થશે તો તે મુજબ સંસ્થા જાતે દુર કરે તે માટે સમજુત કરવામાં આવશે. હાલ તપાસ સમિતિ દ્વારા આપવામાં આવેલ અહેવાલની ચકાસણી પ્રક્રિયા ચાલુ છે તેમજ જો આ બાંધકામ બાબતે નદીના પાણીના વ્હેણ કે કોઈ અનિચ્છનિય દુર્ઘટના ન બને તે માટે પણ જરૂરી તકેદારી પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

You Might Also Like

 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો

મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ

 મોરબી ભરવાડ સમાજનો ક્રાંતિકારી નિર્ણય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ સગપણ કરાશે

મોરબીના આમરણ બેલામાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હૂમલો

મોરબીમાં મકાનમાં પ્રાથમિક સુવિધા ન આપતા ત્રણ બિલ્ડર સામે ફરિયાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
રાજકોટ

 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો

Editor By Editor 5 days ago
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?