મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક પાનેલી રોડ ઉપર આવેલ કેડા સીરામીક પાસેથી વિદેશી દારૂની એક બોટલ સાથે આરોપી વિપુલભાઇ બચુભાઇ બલોધરા ઉવ.૨૮ રહે હાલ મોરબી મચ્છુનગર બીજા પાણીના ટાંકા પાસે,મુળરહે.જોગડ, તા.હળવદવાળાને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની એક બોટલ કિ.રૂ.૩૦૦/- કબ્જે લઇ પકડાયેલ આરોપી સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.