મોરબી ખોરાક અને ઔષધ નીયમન તંત્રને જાગૃત નાગરિક દ્વારા બાતમી આપવામાં આવેલ કે મોરબીના નહેરુ ગેટ નજીક આવેલ એક વેપારી ભેળસેળ યુક્ત ઘીનું વેચાણ કરી રહ્યા છે ત્યારે આ બાતમીના આધારે ત્યાં સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ખોરાક અને ઔષધ નીયમન તંત્ર મોરબી દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉપરાંત જેને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત ત્યાં હાજર 50 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો શિઝ કરવામાં આવ્યો છે.
જાગૃત ગ્રાહક દ્વારા હલકી ગુણવત્તાનું ઘી વેંચાતુ હોય તેવી આપવામાં આવેલ બાતમીના આધારે, ખોરાક અને ઔષધ નીયમન તંત્ર, મોરબી દ્વારા મે. પાયલ સીંગ સેન્ટર, નહેરુ ગેટ, મેઈન બજાર, મોરબી અને આબીદ એચ. અંદાણી, નહેરુ ગેટ, મેઈન બજાર, મોરબીની તા.૧૨/૦૪/૨૦૨૪ ના રોજ તપાસ હાથ ધરેલ હતી અને તપાસ દરમ્યાન ઉપરોક્ત બન્ને પેઢીમાંથી શંકાસ્પદ ઘીના નમુના લેવામાં આવેલ હતા. અને નમુના લીધા બાદ બાકી વધેલ કુલ ૫૦ કીલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. અને લીધેલ નમુના પૃથ્થકરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપેલ છે, પરીણામ આવ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે.


