રાજકોટ ગેમઝોનમાં આગ લાગવાની કરુણાંતિકામાં મૃત્યુ પામેલા સદ્દગતોની આત્માઓની શાંતિ માટે મોરબી મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ દ્વારા હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ આપવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામધન આશ્રમના મહંત પૂજ્ય ભાવેશ્વરી માઁ તેમજ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી રામધૂન કરી હતી અને બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


