આમ તો પ્રધાનમંત્રી મોદી કોઈપણ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે તેવી વાત કરતા હોય છે પરંતુ ઠેર ઠેર સરકારી કામોમાં ભ્રષ્ટાચાર તો થતો જ હોય છે. નબળી ગુણવત્તાનું કામ થતું હોય છે. ત્યારે આજે એક એવા નાલા પરના રસ્તાની વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં નાના પર મસ મોટી તિરાડો પડી ગઈ છે. તેમજ ગમે ત્યારે નાલુ તૂટી પડે તેવી પરિસ્થિતિમાં છે.

ત્યારે આ અંગે વાત કરીએ તો મોરબીના શનાળા ગામ થી નાની વાવડી જવાના રસ્તા પર નાલું આવેલ છે જે નાલા નીચેથી પાણીના નિકાલ માટે ત્રણ લાઈનો ગોઠવવામાં આવી છે. પરંતુ ઉપર બાંધકામ કરેલ નાલા માં ભ્રષ્ટાચારની તિરાડો પડી ગયેલ છે. ત્યારે નાલાની હાલત એટલી ગંભીર છે કે હાથ અડકતા ની સાથે જ રસ્તા પરનો ડામર નીકળી જાય છે. ત્યારે નાલા પરથી નીકળતા રાહદારીઓમાં પણ ભય જોવા મળતો હોય છે. તો આ પુલ પર ના નબળા કામના કારણે ક્યારે અકસ્માત સર્જાય તે કહી શકાય નહીં. અને જો અકસ્માત સર્જાય તો આ પાછળ જવાબદાર કોણ ? તે એક મોટો પ્રશ્ન છે


