મોરબી નામદાર સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા વાંકાનેરની દીઘેલીયા ચોકડી ખાતેથી ઝડપી લઇ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે બી ડિવિઝન પોલીસ મથકને સોંપી આપેલ છે.
મળતી માહિતી અનુસાર મોરબી સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન મોરબી રજુ કરવા બદલ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં કુલ ત્રણ આરોપીઓ સામે કેસ નોંધાયેલ હતો જે પૈકી બે આરોપીની અટક કરી લેવામાં આવી હતી જયારે આરોપી સુરેન્દ્રનગર જીલ્લાના મોરથળા ગામના રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયાની અટક કરવા બાકી હોય જે આ કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર હોય જેને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા પૂર્વ બાતમીને આધારે વાંકાનેર દીઘલીયા ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ પાસેથી પકડી હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, ની કચેરી ખાતે લાવી ઉપરોકત ગુનામાં અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.


