રાજયમાં સૌથી વધુ હથિયાર લાયસન્સ રાજકોટમાં અપાયા
રાજકોટ પોલીસે 3૪૨ લાયસન્સ ઇશ્યુ કર્યા જયારે આપણા કરતા પાંચ ગણા મોટા અમદાવાદે 3૨૪ હથિયારના લાયસન્સ ઇશ્યુ કર્યા
રાજકોટમાં જેમ બ્રાન્ડેડ કપડાં પહેરવાનો શોખ છે તેમ કમરે ફટાકડી લટકાડી ફરવાનો ક્રેઝ પણ કેટલાક લોકોને લાગ્યો છે. હથિયાર માટે લાયસન્સ આપતા પોલીસ તંત્રએ અમદાવાદની તુલનાએ વધુ લાયસન્સ આપ્યા છે. રાજયમાં સૌથી વધુ લાયસન્સ ઇશ્યુ કરવામાં રાજકોટ પોલીસ પ્રથમ નંબરે આવી છે.
રાજયમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૨૨૬૦ લોકોએ હથિયારનું લાઇસન્સ મેળવ્યું છે. જેમાં સૌથી વધુ 3૪૨ લાઇસન્સ રાજકોટિયન્સે કઢાવ્યાં છે, તો મેટ્રોસિટી અમદાવાદમાં 3૨૪, સુરતમાં ૨૧૨, ગાંધીનગરમાં ૨૦૭ અને જૂનાગઢમાં ૧૨૭ લોકોએ લાઇસન્સ મેળવ્યું છે.
રાજયમાં સરકારે ૨૦૨૦-૨૧માં ૭33, ૨૦૨૧-૨૨માં ૮૭૪ અને ૨૦૨૨-૨3માં ૬૫3 લાઇસન્સ ઇશ્યુ કર્યા છે. આ ત્રણ વર્ષમાં સાત મહાનગરો સિવાય મોરબીમાં ૧૧૦, મહેસાણામાં ૭૬ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ૬૮ લાઇસન્સ ઇસ્યુ થયાં છે. વિધાનસભામાં અપાયેલી માહિતી મુજબ 3૧ માર્ચ ૨૦૨3ની સ્થિતિએ અમદાવાદના ૫૯૬3 લોકો સ્વરક્ષણ હેતુ હથિયારનું લાઇસન્સ ધરાવે છે. ત્યારબાદ રાજકોટ શહેરમાં 3૧૮૮, સુરત શહેરમાં ૨૭૮૧, દાહોદ જિલ્લામાં ૨3૨૯ પાસે હથિયાર લાઇસન્સ છે.
છેલ્લા 3 વર્ષમાં સ્વરક્ષણ હેતુ અપાયેલા હથિયાર લાઇસનસ
શહેર-જિલ્લો સંખ્યા
રાજકોટ શહેર 3૪૨
અમદાવાદ શહેર 3૨૪
સુરત શહેર ૨૧૨
ગાંધીનગર ૨૦૭
જુનાગઢ ૧૨૭
વડોદરા શહેર ૧૧૭
મોરબી જિલ્લો ૧૧૦
મહેસાણા જિલ્લો ૭૬
સુરેન્દ્રનગર જિલ્લો ૬૮
જામનગર જિલ્લો ૫૯
રાજયમાં સૌથી વધુ હથિયાર ધરાવતા શહેર-જિલ્લા
શહેર-જિલ્લો સંખ્યા
અમદાવાદ શહેર ૫૯૬3
રાજકોટ શહેર 3૧૮૮
સુરત શહેર ૨૭૮૧
દાહોદ જિલ્લો ૨3૨૯
વડોદરા શહેર ૧૯૬3