- વિશ્વાસ પ્રોજેકટ ફેઝ-2 અંતર્ગત લગાવાશે CCTV
- સુરત, વડોદરા સહીત અન્ય 54 શહેરોમાં લાગશે CCTV
- આંતરરાજ્ય એન્ટ્રી એક્ઝિટના વધુ 80 પોઈન્ટનો સમાવેશ
ટ્રાફિક ના નિયમો ભંગ કરતા અને કાયદો તોડતા લોકો પર પોલીસ વધુ સકંજો કસવા જઈ રહી છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ ફેઝ-2 અંતર્ગત વધુ સીસીટીવી કેમેરા લગાવાશે. જેના દ્વારા ટ્રાફિક નિયમ ભંગ કરતા લોકોએ વધુ ચેતી જવાની જરૂર છે.
આ અંગેની માહિતી અનુસાર, ગુજરાતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરતાં પહેલા ચેતી જજો. વાત જાણે એમ છે કે, વિશ્વાસ પ્રોજેકટના ફેઝ-2 અંતર્ગત વધુ CCTV કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવશે. આ સાથે આંતરરાજ્ય એન્ટ્રી એક્ઝિટના વધુ 80 પોઈન્ટને સમાવાશે. તો રાજ્યમાં પ્રોજેક્ટ હેઠળ કુલ 10 હજાર 500થી વધુ CCTV કેમેરા લગાવાશે. આ સાથે ટ્રાફિકથી ધમધમતા 2 હજારથી વધુ જંક્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ક્યાંથી અને કેવી રીતે થઈ હતી શરૂઆત
અગાઉ રાજ્યમાં 2013-14માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી CCTV કેમેરા આધારિત વ્યવસ્થા ઉભી કરવાનું વિઝન રજૂ કર્યું હતું. તેના આધારે મોટા શહેરોમાં પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ થયો હતો. જેના હેઠળ વિવિધ શહેરોમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
હવે વિશ્વાસ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જાહેર સ્થળોની સલામતી, ટ્રાફિક નિયમન અને નિયંત્રણ, ઘટના બાદનું વીડિયો ફોરેન્સિક અને તપાસ તેમજ રોડ સલામતી અને શહેરી ગતિશીલતાનો છે. CCTVના દ્રષ્યોનું મોનિટરીંગ જિલ્લા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ કેન્દ્રમાં થાય છે જેને ‘નેત્રમ’ કહેવામા આવે છે.


