- 3 માસમાં 1000થી વધુ લોકોને શ્વાને ભર્યા બચકા
- 3 હજારથી વધારે દર્દીઓને એન્ટી ડોગ ડોઝ આપ્યા
- છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતાં શ્વાનોનો આતંક
ગુજરાતમાં રખડતા કૂતરાઓનો આતંક યથાવત છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા ત્રણ માસમાં જ 1000 થી વધારે લોકો બન્યા છે. ત્યારે રખડતા કૂતરાઓને પકડવાની કામગીરી માત્ર કાગળ પર દેખાઈ રહી છે. રખડતા કૂતરાઓ ના કારણે લોકો પરેશાન છે મહત્વનું છે કે રખડતા કુતરા ના કારણે ઘણી વખત હડકવા જેવી ગંભીર બીમારીઓ થાય છે તો ઘણા કિસ્સામાં નાના બાળકોના મોત પણ નીપજે છે આ પરેશાનીથી અમદાવાદ જિલ્લો પણ બાકાત નથી ગ્રામ્યની વાત કરીએ તો છેલ્લા ત્રણ માસમાં 1,000 થી વધારે લોકો કુતરા નો શિકાર બન્યા છે.
નવેમ્બર માસમાં 400 લોકોને કૂતરા કરડ્યા હોવાનું સરકારી ચોપડે નોંધાયેલું છે.. જેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી તેની તો કોઈ નોંધ જ નથી.. એક દર્દીને કૂતરા કરડે બાદમાં 4 ઇન્જેક્શન આપવા પડે છે. છેલ્લા 3 માસમાં 3 હજારથી વધારે ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. જ્યારે કેટલાક દર્દીઓને હજી પણ ડોગ બાઈટ ડોઝ આપવાની સારવાર ચાલી રહી છે
આજ રીતે શહેરની વાત કરીએ તો એક અંદાજ મુજબ દર મહિને 5 હજાર લોકો કુતરાનો શિકાર બને છે. રખડતા કુતરાઓ પાછળ સરકાર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે પરંતુ અનેક લોકો રખડતા કુતરાના શિકાર બની રહ્યા છે. કુતરાના ખશીકરણ અને પકડવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ તે માત્ર કાગળ પર જ છે


