હૈતી દેશના દક્ષિણી પ્રાયદ્વીપમાં શનિવારે સાંજે ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 20 લોકો મોતને ભેટયા હતા અને 40 લોકો ગંભીર રીતે બળી ગયા હતા. મૃતદેહો ખૂબ ખરાબ રીતે સળગી ગયા હતા, જેના લીધે તેની ઓળખ નહોતી થઈ રહી હતી.
હૈતીના વડાપ્રધાન ગૈરી કોનિલે આ દુર્ઘટના બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ઈમરજન્સી ટીમે ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને બચાવવા ભારે જહેમત ઉઠાવી રહી છે. જે સવારે મિરાગોએન શહેરની પાસે ભીષણ અકસ્માત સર્જાયો હતો. પીએમ કોનિલે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા કહ્યું કે, સરકાર તમામ પીડિતો અને તેઓના પરિવારોની પડખે ઊભી છે.
તેલ લેવા લોકોની પડાપડી
ઘટનાના એક નજરે જોનાર સાક્ષીએ જણાવ્યું હતું કે, ટ્રક અને ગૅસ ટેન્કને એક બીજા વાહને ટક્કર મારી હતી. જે બાદ ઘટનાસ્થળે ઈંધણા લેવા લોકોનું ટોળું એકઠું થયું હતું. જે લોકો ટ્રકની નજીક હતા તેઓ બધા મોતને ભેટ્યા હતા. આ મૃતકોની સ્થિતિ ક્ષતવિક્ષત સ્થિતિમાં પડી હતી. સ્થાનિકને પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટમાં કેટલા લોકો માર્યા ગયા ત્યારે તેને કહ્યું કે આ કહેવું શક્ય નથી કારણ ત્યાં ઘણાબધા લોકો એકઠાં થયાં હતાં. લોકો તેલ લેવા પડાપડી કરતા નજરે પડી રહ્યા હતા.
ઈંધણની ડિલીવરની ધીમી પડી
મિરાગોન વિસ્તામાં તાજેતરમાં ફ્યૂઅલની ડિલીવરી ઘણી ધીમી પડી ગઈ છે. કારણ કે, પોર્ટ-એ-પ્રિન્સની રાજધાની આસપાસ હાઈવે પાસે ગેંગ-નિયંત્રિત હાઇવેને ટાળવા માટે બોટ દ્વારા ટ્રક મોકલવામાં આવી રહી છે. રાજધાની અને આસપાસના વિસ્તારોમાં ગેંગના ફેલાવાને કારણે સામૂહિક નિરાશ્રીત, જાતીય હિંસા, ભૂખમરોની સાથે માનવતાવાદી કટોકટી ઉભી થઈ છે. દેશભરમાં હવે કટોકટીની સ્થિતિ લાગુ છે.
હૈતીના નાગરિક સુરક્ષા એજન્સીએ એક 31 વર્ષીય યુવક અને બે પુરુષોની ઓળખ કરવાની સૂચના આપી છે, જેના શરીરનો 89 કરતાં વધુ હિસ્સો બળી ગયો હતો અને તેની સારવાર દક્ષિણી હૈતીની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે વર્ષ-2021માં કેપ-હાઈટિયન શહેરમાં આવા પ્રકારની એક ઘટનામાં ઓછામાં ઓછા 60 લોકોનાં મોત થયા હતા. એવું મનાઈ રહ્યું થે કે લોકો એક ટેન્કર ટ્રકથી તેલ લેવા પડાપડી કરી રહ્યા હતાં.


