- હેન્ડબોલ, કુસ્તી અને જૂડોમાં ચેમ્પિયન સ્પર્ધામાં તક્ષશિલાએ ડંકો વગાડયો
- ઇનામ પેટે આ વિદ્યાર્થીઓના ખાતામાં રૂ. 3.50 લાખ જેટલી રકમ જમા થશે
- કોચ પ્રકાશ જોગરાણા અને જૂડો કોચ ઓરા પૂજાબેનની મહેનત રંગ લાવી હતી
ખેલ મહાકુંભની મોરબી જિલ્લાકક્ષાની જૂડો, કુસ્તી અને હેન્ડબોલ સ્પર્ધામાં તક્ષશિલાએ ડંકો વગાડયો હતો. U-14,17 કેટેગરીમા ગોલ્ડ મેડલ મેળવી રાજ્યકક્ષા માટે શાળાના 204 વિદ્યાર્થીઓ પસંદ થયા હતા અને આગામી દિવસોમાં સરકાર દ્વારા ઇનામ પેટે આ વિદ્યાર્થીઓના ખાતામાં રૂ. 3.50 લાખ જેટલી રકમ જમા થશે.
હળવદ તક્ષશિલા વિદ્યાલયના હેન્ડબોલ કોચ પ્રકાશ જોગરાણા અને જૂડો કોચ ઓરા પૂજાબેનની મહેનત રંગ લાવી હતી. તક્ષશિલા સંકુલમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતી ઇન્સ્કુલ પ્રોજેકટ અંતર્ગત ડ્રિબ્લિંગ,પાસિંગ, ગોલકિપિંગ, વાઝારી, ફઈટ જેવી ટેકનિકને કારણે સ્પર્ધામાં અવ્વલ રહીને મેડલ મેળવ્યા હતા. જયારે આ જ સ્કૂલમાં અભ્યાસ કરતા તત્વ અલ્પેશભાઈ સિણોજિયાએ જિલ્લાકક્ષાની U- 11 કેટગરીની બેડમિન્ટન રમતમા બીજો નંબર મેળવી જિલ્લાકક્ષાની બેડમિન્ટન રમતમા સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ તકે તક્ષશિલા સંકુલના એમડી ડો. મહેશ પટેલે આ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની રમતમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.


