દેશભરમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે ગુજરાતની ૨૬ માંથી ૨૫ બેઠક ઉપર મતો પડવાના શરૂ થઈ ગયા છે. રાજકોટમાં સવારે સાત વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે, તે પહેલાં મોક ડ્રીલ સફળતાપૂર્વક યોજવામાં આવેલ. 25 થી વધુ ઇવીએમ મશીનો યાંત્રિક ખામીને લીધે બદલવા પડ્યા હતા.
રાજકોટમાં સવારે મતદાન શરૂ થતા દેવપરા,કોઠારીયા રોડ સહિત વિવિધ મતદાન મથકો એ સવારે ઈવીએમ મશીનમાં યાત્રી ખામી આવતા જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા તાત્કાલિક મશીનો બદલવામાં આવ્યા હતા. રાજકોટ આજે સવારે મતદાન શરૂ થતા કોઠારીયા રોડ ઉપર આવેલ શાળા નંબર 61 ના મતદાન મથકમાં એક ઈવીએમ મશીનમાં તથા દેવપરા બુથ નંબર 222 માં ઈવીએમ મશીનમાં યાત્રીક ખામી આવતા તાત્કાલિક અસરથી મશીન બદલવામાં આવ્યા હતા. તેમજ કોઠારીયા રોડ ઉપર શાળા નંબર 61 માં 15 મીનીટ મતદાન રોકી દેવામાં આવ્યું હતું. આમ રાજકોટ શહેર તથા જિલ્લામાં આશરે 25 થી વધુ મશીન બદલવા પડયા હતા.


