- એક લાખથી વધુ લોકો મહારાસના બન્યા સાક્ષી
- જગત મંદિર, રુક્ષ્મણી મંદિરને વિશેષ શણગાર કરાયો
- સાંસદ પૂનમ માડમ પણ જોડાયા આહિરાણી મહારાસમાં
દ્વારકામાં આહિરાણી મહારાસનું આયોજન થયુ છે. જેમાં 37 હજારથી વધુ આહિરાણીઓ રાસ રમી ઈતિહાસ રચ્યો છે. એક લાખથી વધુ લોકો મહારાસના સાક્ષી બન્યા છે. જગત મંદિર, રુક્ષ્મણી મંદિરને વિશેષ શણગાર કરાયો છે. સાંસદ પૂનમ માડમ પણ આહિરાણી મહારાસમાં જોડાયા છે.
ભવ્ય લોક ડાયરા સહિતના કાર્યક્રમ વચ્ચે મહારાસની શરૂઆત
સમસ્ત અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા આ ખાસ મહારાસનો આયોજન કરવામાં આવ્યું છે. ACC ગ્રાઉન્ડમાં આહીરાણીઓ દ્વારા ભવ્ય રાસની રમઝટ બોલાવી છે. ભવ્ય લોક ડાયરા સહિતના કાર્યક્રમ વચ્ચે મહારાસની શરૂઆત થઇ છે. બે દિવસ શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ઈતિહાસ રચાયા છે. તેમાં 37 હજાર આહિરાણીઓ પારંપારિક પોષાકમાં મહારાસ રમ્યો છે. જેમાં એક અદ્ભૂત નજારો જોવા મળ્યો છે. જુદા-જુદા કાર્યક્રમો થઇ રહ્યાં છે. મુખ્ય દ્વાર સહિતના સ્થળો ઉપર શણગાર કરવામાં આવ્યો છે તેમજ જગત મંદિર પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. આહિર સમાજના તમામ આગેવાનો અને યુવા નેતાઓ સહિતની મોટી સંખ્યમાં ઉપસ્થિતિ છે.
આહિરાણીઓ પરંપરાગત પોશાકમાં સજજ બની
તા.23-24મી ડીસેમ્બરે રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશજીના અધ્યક્ષસ્થાને આ મહારાસનું આયોજન કરાયું છે. જેમાંરાજયના જુદા જુદા 24 જિલ્લા સહિત વિવિધ પ્રાંતના 37 હજાર આહિરાણીઓ પરંપરાગત પોશાકમાં સજજ બની આ કાર્યક્રમમાં સહભાગી થઇ છે. આ ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા દુબઈ સહિત વિશ્વભરમાંથી આહીરાણીઓ દિવ્ય રાસ રમવા આવી છે.


