- આજે રાજકોટમાં 400 થી વધુ લગ્ન થવાના
- પાર્ટી પ્લોટ, હોલ, સમાજવાડીઓ બુક થયા
- ગૃહ પ્રવેશ, જમીન સોદા, લગ્ન માટે શુભ દિવસ
વર્ષભરના અતિ મહત્વના મુહૂર્તમાં વસંત પંચમી અને વેલેન્ટાઈ ડે એક જ દિવસે આવતાં આજે વણજોયું મૂર્હુત ગણાય છે. આ દિવસે તમામ પ્રકારનાં શુભ કાર્યો, લગ્ન, વેવીશાળ, વાસ્તુ, ગૃહપ્રવેશ, વિદ્યારંભ જેવા કોઈ પણ કાર્યો પંચાગ કે મુહૂર્ત જોયા વિના કરી શકાય છે.
વસંત પંચમી તથા વેલેન્ટાઈન ડે એક જ દિવસે
આ વર્ષે વસંત પંચમી તથા વેલેન્ટાઈન ડે એક જ દિવસે હોવાથી આજે શાસ્ત્ર મુજબ પંચાંગ મુજબ લગ્નની તારીખ ન હોય તેમ છતાય લગ્નગ્રંથિથી જોડાવાના દિવસને વધુ યાદગાર બનાવી આ દિવસે રાજ્યભરના શહેરોમાં હજારો યુગલો લગ્નગ્રંથિથી જોડાશે.
રાજ્યભરમાં 5000થી વધુ લગ્નો
આજની જનરેશનના લોકોને વેલેન્ટાઈન ડેનું વધારે મહત્વ છે. આજના યુગલો આ દિવસે પોતાનો પ્રેમનો સ્વીકાર કરી સાત ફેરાના બંધનમાં બાંધી વધુ યાદગાર બનાવવા ઈચ્છતા હોય છે. આજે શાસ્ત્રોક્ત રીતે લગ્ન ન હોવા છતાં વસંત તથા વેલેન્ટાઈનના દિવસને યાદગાર બનાવવા સાત ફેરાના બંધને બંધાશે. આજે વણજોયું મૂહુર્ત હોવાથી રાજ્યમાં 5000 થી વુધુ લગ્ન યોજાઇ રહ્યાં છે.
ફાર્મ હાઉસ, હોલ, હોટેલના એડવાન્સ બુકિંગ
વેલેન્ટાઈન ડેના દિવસે લગ્ન કરવાનો અનોખો ક્રેઝ છે. શહેરના તમામ ડેકોરેશન, ફાર્મ હાઉસ અને બેન્કવેટ હોલ બુક થઇ ચૂક્યાં છે. તો બીજી તરફ લોકો જે લોકોને લગ્ન માટે બુકિંગ મળ્યું નથી તે પાર્ક અને આસપાસની સ્કૂલોમાં લગ્નની તૈયારીઓ કરી છે. વસંત પંચમીનું વણજોયું મુર્હુત હોવાથી એક મહિના પહેલાં એડવાન્સ બુકિંગ થઇ ગયું હતું.


