- રૈયાભાઈ રાઠોડ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
- 700થી વધુ કોંગ્રસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા
- કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાના હસ્તે કાર્યકરો ભાજપમાં જોડાયા
કોંગ્રેસમાંથી ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. આ વચ્ચે સાયલામાં પૂર્વ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા છે. જેમાં રૈયાભાઈ રાઠોડ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત કેબિનેટ મંત્રી ડો. મહેન્દ્રભાઈ મૂંજપરા તેમજ કિરીટસિંહ રાણાના હસ્તે 700 થી વધુ લોકોએ ભગવો ધારણ કર્યા છે.
લોકસભા ચૂંટણી પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી કોંગ્રેસમા ગાબડુ પડ્યું છે. જેમાં કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસને અલવિદા કર્યુ છે. જેમાં કોંગ્રેસ પૂર્વ MLAના સૌથી નજીક ગણાતા પાટડીના યુવા કાર્યકરોએ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કર્યો છે
જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય સુદામડા સીટ પરના મુળજીભાઈ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. તેમજ મહિલાઓ પણ ભાજપમાં જોડાયા છે. સાયલાની માર્કેટિંગ યાર્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી ડો. મહેન્દ્રભાઈ મૂંજપરા તેમજ કિરીટસિંહ રાણાના હસ્તે 700 થી વધુ લોકોએ ભગવો ધારણ કર્યા છે.

આ ઉપરાંત એડવોકેટ વિજયકુમાર, મુન્નાભાઈ, ભરતભાઈ પરમાર, મનસુખ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટી છોડી સુરેન્દ્રનગર કમલમ્ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર, ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા પાટડી નગરમા કોંગ્રેસના ગઢ સમાન શંકરપરા યુવાનો ભાજપમાં જોડાતા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પાર્ટીમા ઉહાપોહ મચી જવા પામ્યો હતો


