- આશિયાના બનાવતા તેના કલરવથી અભ્યારણ્યના ટાપુઓ ગુંજી ઉઠયા
- ફેબ્રુઆરીથી માર્ચ મહિના દરમિયાન કેટલાક અન્ય સ્થળાંતર કરે છે
- પાણી કીનારા,વૃક્ષો પર સહિતની જગ્યામાં વસતા નાના મોટા પક્ષીઓ વસવાટ કરે
રામસર સાઇટ તેમજ દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત અને ભારત દેશ સહિત ગુજરાત રાજ્યના વિરમગામ તાલુકાનું ઘરેણુ નળ સરોવર અભ્યારણ્યમાં હાલમાં દેશ-વિદેશના દોઢ લાખથી વધુ રૂપકડાં પક્ષીઓ દેશ અને વિદેશમાંથી હજારો માઈલની ઉડાન ભરીને અત્રે પ્રકૃતિના વિશાળ ખોળે પોતાનાં આશિયાના બનાવતા તેના કલરવથી અભ્યારણ્યના ટાપુઓ ગુંજી ઉઠયા છે. નળસરોવર અભયારણ્યમાં પાણીની સપાટી પર, ઝાડીમાં, શાંત છીછરા પાણી કીનારા, વૃક્ષો પર સહિતની જગ્યામાં વસતા નાના મોટા પક્ષીઓ વસવાટ કરે છે. ત્યારે ખાસ કરીને અહીંયા દેશમાંથી જ નહીં કઝાકિસ્તાન, સાઇબિરીયા, અરબ, યુરોપ, આફ્રિકા, થાઇલેન્ડ જેવા સાત સમંદર પારના દેશોમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં નવેમ્બર મહિનાથી અહીંયા ઉડાન ભરી આવીને સીઝનમાં ત્રણ લાખ પક્ષીઓ જમાવડો કરે છે. જેમાં ફેબ્રુઆરીથી માર્ચ મહિના દરમિયાન કેટલાક અન્ય સ્થળાંતર કરી જાય છે. આ વખતે હાલમાં અંદાજિત 180 જેટલી પ્રજાતિના વિવિધ દોઢ લાખથી વધુ પક્ષીઓ હોવાનુ અમદાવાદ જિલ્લા વન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે. હાલ રેડ બ્રેસ્ટેડ ગુજ, નામાકુવા ડવ, બ્રિડલ ટર્ન, ઇરોપિયન સ્ટાલિંગ, ગ્રેટર ફ્લેમિંગો, સુટી ટર્ન, બ્રાઉન નોડી, બ્લ્યુ ફ્લાય કેચર, મર્લિન ફ્લાય કેચર, બ્રાઉન બ્રેસ્ટેડ વગેરે રંગબેરંગી પક્ષીઓ સહિત અન્ય જાતિના પક્ષીઓ નિહાળવા માટે ખાસ દેશ વિદેશના પર્યટકો, અભ્યાસુ પક્ષીવિદ્દો નળસરોવર આવે છે. નળસરોવરનું વાતાવરણ અનુકુળ આવ્યું હોવાથી સોશીએબલ લેપવિંગ નામનું કઝાકિસ્તાનનું પક્ષી નળસરોવરમાં જોવા મળે છે. આ પક્ષી હાલ વિશ્વના અન્ય દેશોમાં વાતાવરણમાં (કલાઈમેટ ચેન્જ) પરિવર્તન થતું હોય લુપ્ત થઈ રહ્યું છે.
પક્ષીઓને કોઈ ખાવાની ચીજવસ્તુ નહીં નાંખવા અને પ્રદૂષણ નહીં ફેલાવવા વન વિભાગની ટકોર
નળસરોવર અભયારણ્યમાં કુદરતી સૃષ્ટિ તથા પક્ષીઓ બચાવવા નિહાળવા અવાજનું પ્રદુષણ નહીં ફેલાવવા સહિત ખાસ પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો નહીં કરવા, પક્ષીઓને કોઈ ખાવાની ચીજવસ્તુ નહીં નાંખવા સાથે પર્યટન વિભાગ દ્વારા અભયારણ્યની મુલાકાત અને નક્કી કરેલા રૂટ પર બોટિંગ માટે ભાવ નક્કી કરાયેલા છે.જે માટે ઓફ્સિ બારીએ ફી ભરીને પ્રવેશ મેળવવા વ્યવસ્થા કરવામાં આવ્યાનું રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી. એમ. સોલંકીએ જણાવ્યું હતુ.


