- શિકાગો ઉપરાંત ડેનવેર અને મિલવાઉકીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ વાવાઝોડાને કારણે પ્રભાવિત
- ફ્લાઇટ રદ કરાવા પાછળ 737 મેક્સ 9 પ્લેન્સને ગ્રાઉન્ડિંગ કરાવાની ઘટના પણ કારણભૂત
- ગ્રેટ લેક્સ અને દક્ષિણ અમેરિકાના 2.5 લાખ જેટલા ઘર હાલ વીજળી વિહોણા
અમેરિકામાં બરફના તોફાને કાળો કેર મચાવ્યો છે. દક્ષિણ અને પિૃમ મધ્ય વિસ્તારમાં શિયાળું તોફાનને કારણે સંખ્યાબંધ ફ્લાઇટો રદ કરવાની ફરજ પડી હતી તો મોટી સંખ્યામાં ફ્લાઇટોની ઉડાનમાં વિલંબ સર્જાયો હતો જેના કારણે સેંકડો મુસાફરો એરપોર્ટ પર રઝળી પડયા હતા. એરિકાનની ફ્લાઇટઅવેર.કોમ વેબસાઇટને ટાંકતા અહેવાલોમાં જણાવાયું હતું કે શિયાળું તોફાનને કારમે 2400 કરતા પણ વધારે ફ્લાઇટોમાં વિલંબ થયો હતો અને 2000 કરતા વધારે ફ્લાઇટોને તોફાનને કારણે રદ કરવાનો વારો આવ્યો હતો. શિકાગોના ઓ’હેર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 40 ટકા જેટલી ફ્લાઇટો રદ કરવામાં આવી હતી જેમાંથી 36 ટકા તો ઇનબાઉન્ડ ફ્લાઇટ હતી જ્યારે શિકાગોના મિડવે એરપોર્ટ પર કુલ 60 ટકા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. તોફાનથી પ્રભાવિત અન્ય એરપોર્ટ્સમાં ડેનવેર ઇન્ટરનેશન એરપોર્ટ અને મિલાઉકી મિચેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સામેલ છે. અહેવાલો અનુસાર 737 મેક્સ 9 પ્લેન્સને ગ્રાઉન્ડિંગ કરાયાને કારણે પણ ફ્લાઇટો રદ કરવામાં આવી હતી. યુનાઇટેડ અને અલાસ્કા એરલાઇન્સની 200 કરતા વધારે ફ્લાઇટો આ સપ્તાહે દરરોદ રદ કરાઇ હતી. મોટાભાગની ફ્લાઇટો શિયાળું તોફાનને કારણે રદ કરવામાં આવી હતી. અમેરિકાના દક્ષિણ પિૃમના વિસ્તારો જ્યાં 737 મેક્સ 9 વિમાનોનું સંચાલન નથી થતું ત્યાં પણ લગભગ તમામ એરલાઇન્સની 400 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
તોફાનને કારણે વીજળીનો પુરવઠો પણ પ્રભાવિત
તોફાનને કારણે ક્ષેત્રમાં વીજળીનો પુરવઠો પણ પ્રભાવિત થયો છે. અનેક વિસ્તારોમાં વીજળીનો સપ્લાય અવરોધાયો છે. તોફાનને કારણે ભારે પવન ફૂંકાવાની સાથે જ ભારે વરસાદ પડયો હતો. દક્ષિણના વિસ્તારમાં ભારે વરસાદ પડયો હતો જ્યારે મધ્યપિૃમ ક્ષેત્રમાં પરિસ્થિતિ કફોડી છે. અહીં પણ ભારે પવન ફૂંકાવાની આગાહી અપાઇ છે. પંદર લાખ જેટલા લોકો પર ભારે પવનનું સંકટ તોળાયેલું છે. ગ્રેટ લેક્સ અને દક્ષિણ અમેરિકાના 2.5 લાખ જેટલા ઘર હાલ વીજળી વિહોણા છે.
ઇલિનોઇસમાં સૌથી વધારે અસર થઇ છે. જ્યાં 97 હજાર કરતા વધારે ઘરોમાં અંધારપટ છે.
અરાકાન્સમાં 74 માઇલની ઝડપે પવન ફૂંકાયો
અરાકાન્સમાં 74 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડું હાલ દક્ષિણ અમેરિકા તરફ આગળ વધી રહ્યું છે. માઇનેમાં 19મી સદીમાં નિર્મિત પેમાક્વિડ પોઇન્ટ લાઇટ હાઉસ પાર્ક બેલહાઉસને નુકસાન થયું છે. શહેર પર વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. આ બેલ હાઉસમાં એક હજાર પાઉન્ડ વજન ધરાવતો બેલ આવેલો છે જેનો ઉપયોગ સમુદ્રમાં ગયેલા ખલાસીઓને એલર્ટ કરવા માટે કરાય છે.


