કહેવાય છે ને કે જેની સવાર સારી તેનો આખો દિવસ સારો. તો જો તમને પણ સવારમાં સારા નાસ્તા સાથે આખા દિવસની એનર્જી મળી રહે તેવો હેલ્ધી બ્રેકફાસ્ટ મળી જાય તો તમારો દિવસ પણ સરસ રીતે સુધરી જશે. દિવસની સારી શરુઆત માટે તમે મગની દાળની પુરી એક ખાસ બ્રેકફાસ્ટ તિરુપતિ રિફાઈન્ડ કોટન સીડ્સ ઓઈલની મદદથી બનાવી શકો છો. આજે જ તમે ટ્રાય કરો મગની દાળની પુરી… આ નાસ્તો તમે સવારના સમયે ચા કે કોફી સાથે પરિવાર જોડે બેસીને કરી શકો છો. તેનાથી તમને એક અલગ અને સુંદર ટેસ્ટ મળશે અને ઓછા તેલમાં બનેલો હોવાથી તમારી હેલ્થ પણ સારી રહેશે. તો જાણો સિમ્પલ રેસીપી અને કરો તૈયાર..
રોજિંદા જીવનમાં લોકો આહાર પર ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. અને જ્યારે હેલ્દી નાસ્તો મળી જાય તો તેમનો દિવસ પણ સુધરી જાય છે એક એનર્જી સાથે. મગની દાળની પુરી એક સ્વાદિષ્ટ અને ક્રિસ્પી નાસ્તો છે જે ખાસ કરીને તહેવારો અને ખાસ પ્રસંગો માટે ઉત્તમ છે. મગની દાળની પુરીમાં મસાલેદાર મગ દાળનું ભરણ ભરવામાં આવે છે અને પછી ગરમ તેલમાં તળવામાં આવે છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે.
સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ભારતીય રેસીપી
મગની દાળની પુરી એક સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ભારતીય રેસીપી છે. આ બનાવવા માટે સૌ પ્રથમ તો તમારે 1/2 કપ ધોયેલી મગની દાળ પલાળી રાખો અને તેને બારીક પીસી લો. જો તમે ઈચ્છો તો અડદની દાળનો પણ તેમાં ઉપયોગ કરી શકો છો. આ પુરી ખાસ કરીને નાસ્તામાં અથવા તહેવારોમાં બનાવવામાં આવતી હોય છે. જ્યારે તહેવારમાં આ પુરી બનાવો ત્યારે ચોક્કસ તિરુપતિ રિફાઈન્ડ કોટન સીડ્સ ઓઈલની મદદથી બનાવી શકો છો. તે ઓઈલ ખૂબ જ સ્વાદ આપશે અને તે સ્વાસ્થય માટે પણ સારુ રહેશે.
બનાવવાની સામગ્રી
સૌ પ્રથમ તો એક નોન-સ્ટીક પેનમાં 2 ચમચી તિરુપતિ રિફાઈન્ડ કોટન સીડ્સ ઓઈલને ગરમ કરો. તેમાં 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરી દો અને અડધી મિનિટ સુધી તેને સાંતળો. પછી તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણા પાવડર અને 1/4 ચમચી જીરું પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો ઉમેરી લો હવે તેમાં મગની દાળ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને 3-4 મિનિટ માટે સાંતળી લો.
બનાવવાની રીત
1 1/5(દોઢ કપ) ઘઉંના લોટમાં સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી તેલ મિક્સ કરી દો પછી જરુર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધો. ગૂંથેલા લોટને ભીના કપડાથી થોડીવાર તેને ઢાંકી દો અને 15 મિનિટ માટે બાજુ પર મુકી રાખો જેથી લોટ સારી રીતે સેટ થઈ જાય. લોટ અને સ્ટફિંગને 8-8 ભાગોમાં વહેંચો. બાંધેલા લોટને હળવો ફેલાવી દો પછી વચ્ચે સ્ટફિંગ ભરો અને ગોળ બોલ બનાવો. હવે તેમને પુરીના ગોળ આકારમાં વણી દો. બધી પુરીઓ એ જ રીતે તૈયાર કરો. હવે એક કડાઈમાં તિરુપતિ રિફાઈન્ડ કોટન સીડ્સ ઓઈલને ગરમ કરો અને પુરીઓને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દો તેમને એક ડિશમાં ટીશ્યુ પેપર પર બહાર કાઢો જેથી વધારાનું તેલ નીકળી જાય. ગરમાગરમ મગની દાળની પુરીને ચટણી કે અથાણા સાથે પીરસો અને તેના સ્વાદની મજા માણો.