લેબેનોનમાં જ્યારે પેજર, વોકી-ટોકી, સોલાર પેનલ, રેડિયો અને લેપટોપમાં વિસ્ફોટ થયા છે. અને આ તમામ માટે ઈઝરાયલની વિખ્યાત ગુપ્તચર એજન્સી મોસાદને જવાબદાર ઠેરવવામાં આવી છે. ઈઝરાયલે આ હુમલાની જવાબદારી તો નથી સ્વીકારી પરંતુ આને લઈ મોસાદ ફરી ચર્ચાનો વિષય બન્યો છે. જાણો મોસાના એજન્ટની ભરતી વિશે.
જાણો ‘મોસાદ’ શું છે?
વિશ્વમાં સૌથી મોટી તેમજ ગુપ્ત ઓપરેશન પાર પાડી ગમે ત્યાંથી ગમે તે જગ્યાએ ધાર્યું કરનાર વિશ્વ વિખ્યાત ઈઝરાયલની જાસૂસી એજન્સી એટલે મોસાદ. મોસાદનું સંપૂર્ણ નામ ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈન્ટેલિજન્સ એન્ડ સ્પેશિયલ ઓપરેશન છે. આ ઈઝરાયલની રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સી છે. મોસાદ ઈઝરાયલની ઈન્ટેલિજન્સ નેટવર્ક હેઠળ કામ કરે છે. આ નેટવર્ક મોસાદના સૈન્ય ઈન્ટેલિજન્સ અને શિનબેટ પણ છે.
મોસાદની રચના ઈઝરાયલના પ્રથમ વડાપ્રધાન ડેવિડ બેન ગુરિયોનના આદેશ પર 13 ડિસેમ્બર 1949માં થયું હતું. પીએમ ડેવિડ એક એવા સંગઠનને તૈયાર કરવા માગતા જે સૈન્યની સાથે મળી દેશની સુરક્ષા માટે ગુપ્ત રીતે કામ કરતું રહે.
મોસાદના જાસૂસ ગુપ્ત જાણકારીઓ એકઠી કરી પોતાના ઓપરેશનને પૂરું કરે છે. આના મોટાભાગના ઓપરેશન ઈઝરાયલના દેશહિતમાં હોય છે. આતંકવાદથી મુક્તિ માટે પણ મોસાદ આ રીતના ગુપ્ત ઓપરેશનમાં સંકળાઈ રહે છે. મોસાદના ડાયરેકટર સીધા વડાપ્રધાનને જ રિપોર્ટ કરે છે.
મોસાદમાં એજન્ટસની ભરતી કઈ રીતે થાય છે?
મોસાદ જાસૂસી સંસ્થામાં એજન્ટસની ભરતીઓને સમજવા કટસા, કિડોન અને સયાનિમ આ ત્રણ શબ્દો સમજવા જરૂરી છે. મોસાદના ફિલ્ડ ઈન્ટેલિજન્સ ઓફિસરને કટસા કહેવાય છે. કટસા જ ફિલ્ડ એજન્ટસની ભરતીઓ કરે છે. કટસા એક હિબ્રુ શબ્દ છે જેને અર્થ ગુપ્ત અધિકારી. આ પદ પર રહેલો શખ્સ મોસાદના એજન્ટને લીડ કરે છે અને એજન્ટને જરૂરી એકઠા કરેલી જાણકારીઓ મોસાદના ડાયરેકટરને સોંપે છે.
મોસાદમાં પ્રોફેશન કિલર્સને કિડોન કહેવામાં આવે છે. આનું કામ ઓપરેશનમાં જરૂર પડયે હત્યા કરવાનું હોય છે. આ માટે એજન્ટને બે વર્ષની ટ્રેનિંગ આપવામાં આવે છે. સયનિમ એવા લોકોને કહે છે જે મોસાદના ફિલ્ડ એજન્ટસને રિપોર્ટ કરે છે. એકલા બ્રિટનમાં આશરે ચાર હજાર સયનિમ છે. મોસાદનું સંપૂર્ણ કામ વડાપ્રધાનના ઈશારે જ થતું હોય છે. મોસાદના ડાયરેકટર માત્ર વડાપ્રધાનને જવાબ આપવા બંધાયેલા હોય છે. તેઓ સીધા પીએમને રિપોર્ટ કરે છે.
મોસાદનું બજેટ કેટલું ?
ઈઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદમાં જૂન-2017માં નવી સાયબર ટેક્નોલૉજીને ડેવલપ કરવા માટે એક વેંચર કેપિટલ ફંડ તૈયાર કરાયું હતું. જેથી મોસાદને મોટાપાયે હાઈ-ટેક સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરાયું. એક અનુમાન અનુસાર મોસાદનું વાર્ષિક બજેટ 2.73 અબજ અમેરિકી ડોલક છે. ભારતીય ચલણી નાણાંના હિસાબથી આ રકમ 22810 કરોડ રૂપિયા છે, જેને કેબિનેટથી મંજૂરી મળે છે. અનુમાન છે કે મોસાદ હેઠળ આશરે સાત હજાર લોકો કામ કરે છે, જેના લીધે આ વિશ્વની સૌથી મોટી જાસૂસી એજન્સીઓમાંથી એક છે. 28 વર્ષ સુધી મોસાદ માટે અંડરકવર એજન્ટ તરીકે કામ કરી ચુકેલા એક વ્યકિતએ જણાવ્યું કે, આ હુમલાથી ઈઝરાયલને ફાયદો થયો છે, પરંતુ આનો અર્થ એ નથી કે આ હુમલા પાછળ મોસાદનો હાથ છે.વધુમાં જણાવ્યું કે લેબેનોન ઓપરેશન પોતાની રીતે ખૂબ હાઈ-ટેક અને આઉટ ઑફ ધ બોક્સ હતું. હુમલાની આ પદ્ધતિ માત્ર CIA, MI6 અને મોસાદ જ કરી શકે છે. આના માટે તારી પાસે સરકારનો સંપૂર્ણ ટેકો હોવો જોઈએ. ગુપ્તચર કનેક્શન, પૈસા અને વિશેષતાની જરૂર હોય છે.
મોસાદમાં કામ કરેલા વ્યકિતએ જણાવ્યું કે, વિશ્વભરમાં લોકો મોસાદ માટે કામ કરે છે. આ લોકો જુદીજુદી જગ્યાએ રહે છે. તેઓ અલગ દેખાય છે અને જુદી જુદી ભાષાઓ બોલે છે. મારો પરિવાર ઈરાકનો છે. હું અરબી બોલી શકું છું અને હું ઈરાકી-અરબ જેવો દેખાઉં છું. તેથી મેં લેબનોનમાં મોસાદ માટે ગુપ્ત કામ કર્યું. બીજું કારણ એ છે કે આપણે આપણા જ દેશમાં રહેવા માટે સંઘર્ષ કરવો પડે છે. તેણે કહ્યું કે કોલ્ડ વૉર દરમિયાન કેજીબી, સીઆઈએ અને બ્રિટિશ એજન્સીઓની જેમ મોસાદે પણ પ્રતિષ્ઠા મેળવી છે. અમારો ધ્યેય પૂરો કરવા અને કોઈપણ ઓપરેશન પાર પાડવા માટે અમે ખૂબ જ ગુપ્ત રીતે કામ કરીએ છીએ, પરંતુ અમારે સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવું પડે છે.


