- ગામના જ હેવાને બે બાળકીઓ સાથે કર્યું હિન કૃત્ય
- ચોકલેટની લાલચ આપી બાળકીઓને ઝાડીમાં લઇ ગયો
- પોલીસે નરાધમને પકડીને જેલમાં નાખ્યો
ગીર સોમનાથમાં માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં 5 વર્ષની 2 બાળકીઓ પર હવસખોરે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યું છે. આ ઘટનાના કારણે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. આ કૃત્ય ગામના જ એક વ્યક્તિએ કર્યું હોવાનું સામે આવ્યું છે.
કેવી રીતે બની ઘટના
મળી રહેલી માહિતિ અનુસાર ગામના જ એક નરાધમે પાંચ વર્ષની 2 બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું છે. ગામના જ એક હવસખોરે બાળકીઓને ફોસલાવી હતી. બાળકીઓને ચોકલેટની લાલચ આપીને તે બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો. આ પછી હવસખોરે બંને બાળકીઓના કપડા કાઢી નાંખ્યા અને હીન કૃત્ય આચર્યું હતું.

પોલીસે કરી આરોપીની ધરપકડ
ઉલ્લેખનીય છે કે ઘટનાની માહિતિ મળતા જ પોલીસ કામે લાગી ગઈ હતી અને હવસખોર નરાધમને ગણતરીના સમયમાં પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પર IPC કલમ 376AB,363,354,354A(1),354B, તથા પોક્સો કલમ 4,6,8,10,12 મુજબ ગુનો નોંધ્યો છે. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.


