- ડોમિનોઝ પિઝામાંથી માખી નીકળી
- જાગૃત નાગરિકે વીડિયો કર્યો વાયરલ
- આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી
રાજ્યના વિવિધ સ્થાનો પરથી ખાવાના ભોજનમાંથી વિવિધ પ્રકારના જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેની સાથે જ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા રહે છે. હવે આ વચ્ચે જામનગરમાં જાણીતી પિઝા બ્રાન્ડ એવા ડોમિનોઝના પિઝામાંથી માખી નીકળવાની ઘટના સામે આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, જામનગરના તળાવની પાસે આવેલા ડોમિનોઝ પિઝાની શોપમાં એક ગ્રાહક દ્વારા પિઝા ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાંથી માખી નીકળી હતી. જે પછી જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવ્યો હતો.
આ પછી ફૂડ વિભાગ ટીમ દ્વારા ડોમિનોઝ પિઝા શોપમાં આ બાબતે ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેની સાથે જ ત્યાંના વિવિધ મામલે તપાસ કરવામાં આવી છે. જે સાથે જ પિઝા શોપમાંથી વિવિધ હાઈજેનિક બાબતોની પણ તપાસ કરવામાં આવી છે.
આ અગાઉ જામનગર શહેરમાં આવેલા યુ.એસ. પિઝા નામના રેસ્ટોરન્ટ પણ વાંદો નીકળ્યો હોવાની ફરિયાદ મળતાં મહાનગરપાલિકાની ફુડ શાખા દોડતી થઈ હતી. જોકે કોઈ સેમ્પલો લેવાયા નથી, પરંતુ હાઈજેનિક કન્ડિશન રાખવાના ભાગરૂપે રેસ્ટોરન્ટને પાંચ દિવસ માટે સીલ કરાયું છે.


