- કલકત્તાથી ગોધરાના ભામૈયા પૂર્વ ગામે આશાબેન આવી પહોંચ્યાં
- સંતાનોએ માતાને નિહાળતાં જાણે ખુશીઓનો સાગર છલકાયો
- 11 વર્ષ બાદ હેમખેમ પરત ઘરે આવેલી પોતાની માતાને મોં મીઠું કરાવી
ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામની પરણીતાનું 11 વર્ષના લાંબા સમય બાદ પોતાના સંતાનો સાથે મિલન થયું છે. અગિયાર વર્ષ બાદ સંતાનોએ માતાને નિહાળતાં જાણે ખુશીઓનો સાગર છલકાયો હોય એવા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. સંતાનો એ પણ 11 વર્ષ બાદ હેમખેમ પરત ઘરે આવેલી પોતાની માતાને મોં મીઠું કરાવી ફૂલહાર તેમજ આરતી ઉતારી ઘરમાં પ્રવેશ આપ્યો હતો.
ગોધરા તાલુકાના કણજિયા ગામના આશાબેનના લગ્ન ભામૈયા પૂર્વ ગામમાં થયા હતા દરમિયાન તેઓને સુખી દાંપત્ય જીવનમાં કુદરતે બે પુત્રો અને એક પુત્રીની ભેટ આપી હતી. દરમિયાન આશાબેને માનસિક સંતુલન ગુમાવ્યું હતું. જેથી તેઓના પતિ દ્વારા આશાબેન ને તબીબ પાસે દવા પણ લેવામાં આવી હતી. બીજી તરફ્ આશાબેનના માતા પિતા અને ભાઈ નહીં હોવાથી તેઓ પરિવાર સાથે કણજીયા ગામે જ રહેતા હતા. દરમિયાન વર્ષ 2013માં આશાબેન ગામમાં એક લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી અચાનક જ ક્યાંક ચાલ્યા ગયા હતા. જેઓની બે વર્ષ સુધી પરિવારજનો સતત શોધખોળ જારી રાખી હતી પરંતુ આશાબેનના કોઈ સગડ નહિં મળતાં આખરે સ્વજનોએ આશાબેન આ દુનિયામાં નહીં હોવાનું માની શોધખોળ બંધ કરી દીધી હતી. બીજી તરફ્ થોડા દિવસ અગાઉ છે કલકત્તા પહોંચી ગયેલા આશાબેન એક હોસ્પિટલમાં આઠ વર્ષથી કોમા અવસ્થામાં સારવાર હેઠળ હતા જે ભાનમાં આવતાં જ તબીબે પ્રાથમિક પૂછપરછ કરી હતી દરમિયાન આશાબેન પોતે હિન્દી નહિં જાણતા હોવાથી ગુજરાતી ભાષામાં ગોધરાદૃી હોવાનું જણાવતાં જ તબીબે પંચમહાલ પોલીસના સંપર્ક કર્યો હતો. જે આધારે ગોધરા તાલુકા પોલીસને આશાબેનના સ્વજનોની ભાળ મળી હતી.ત્યારબાદ તબીબના માધ્યમથી આશાબેનના પરિવારજનો સાથે આશાબેન સાથે વિડિયો કોલ માં વાતચીત કરાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તબીબે આશાબેન ને ઘરે લઈ જવા માટે તેઓને તબિયત યોગ્ય હોવાનું જણાવતા જ પંચમહાલ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા કલકત્તા થી આશાબેન ને ઘરે પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવતી કરવામાં આવી હતી. ગોધરા તાલુકા પોલીસ જરૂરી વ્યવસ્થા સાથે જ આશાબેન સ્વજન પણ કલકત્તા ગયા હતા અને ટ્રેન મારફ્તે આશાબેનને લઈ વડોદરા આવ્યા હતા. જ્યાંથી મંગળવારે બપોરે આશાબેન ભામૈયા તેઓના નિવાસ ખાતે આવી પહોંચ્યા હતા. દરમિયાન અને ગ્રામજનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.11 વર્ષથી જે સંતાનોથી માતા થી વિખુટા પડી ગયા હતા એ માતા અને સંતાનોનું મિલન થતાં હૃદય દ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. આશાબેનનું તેઓના સંતાનોએ ભાવભીનું સ્વાગત કર્યુ હતું.


