- 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇનો, કલાકો બાદ ટ્રાફિક હળવો થયો
- કલેક્ટરના જાહેરનામાનો અમલ કરાવવાની તંત્રને ફુરસદ જ નથી
- બાયપાસ રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું
હારીજ ચાણસ્મા તેમજ હારીજ રાધનપુર હાઇવે પર ત્રણ કલાક જેટલો ટ્રાફ્કિ જામ સર્જાતા પસાર થતા લોકોને પારા વાર મુશ્કેલીનો સામનો કરવાની દહેશત ઉભી થવા પામી હતી હારીજ શહેરની અંદર અગાઉ પણ ટ્રાફ્કિની સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતી હોવાથી હારીજ શહેરની અંદર મોટા વાહનોને પસાર ન થવું પડે તેવા હેતુથી બાયપાસ રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે તે મોટા વાહનોને પસાર થવા બાયપાસ રસ્તા પરથી જણાવવામાં આવ્યું હતું જે અંગેનુ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે જાહેરનામાનું બોર્ડ હારીજ હાઈવે ચાર રસ્તા પર ગત સમયમાં લગાવવામાં આવ્યું હતું જે થોડા દિવસોની અંદર જ છુંમંતર થઇ જવા પામ્યું હતું તેમજ બજારની અંદર જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરીને વાહન ચાલકો વારંવાર પસાર થઈ ટ્રાફ્કિની સમસ્યા ઊભી કરી રહ્યા છે તેમજ આજરોજ હારીજ રાધનપુર હાઇવે તેમજ હારીજ ચાણસ્વા હાઇવે પર વહેલી સવારે બે કલાક જેટલો ટ્રાફ્કિજામ થતા પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર જાણે કુંભકર્ણ ની મીઠી નીંદર માણતું હોય તેવું નજરે પડી રહ્યું હતું આ બાબતે સ્થાનિક ટ્રાફ્કિ નિયંત્રણ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ હારીજને ટ્રાફ્કિ મુક્ત કરવા હારીજ નગરજનોની વર્ષો જૂની માગ હારીજ ચાર રસ્તા ખાતે સર્કલ બનાવવા માંગ ઊઠી છે.


