- દીપક ચહરના પિતાની તબિયત લથડી
- ચહરના પિતા ખાનગી હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર
- ચહર ટૂર્નામેન્ટ વચ્ચે ઘરે પરત ફર્યો હતો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવેલી T20 સીરિઝ દરમિયાન દીપક ચહર અચાનક ઘરે પરત ફર્યો હતો. આ દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે, ચહરને મેડિકલ ઈમરજન્સી હતી. આ કારણે ચહરે ટૂર્નામેન્ટની વચ્ચે ઘરે જવાનો નિર્ણય લીધો છે. જે બાદ દરેક લોકો જાણવા માટે ઈચ્છુક હતા કે, ચહર કેમ ઘરે પરત ફર્યો છે.
અલીગઢની ખાનગી હોસ્પિટલમાં ચાલે છે સારવાર
દીપકના પિતા લોકેન્દ્ર ચહર બ્રેન હેરમેજના કારણે હોસ્પિટલમાં દાખલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમના પિતાની સ્થિતિ ગંભીર છે. અલીગઢ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. દીપકને જ્યારે તેના પિતા અંગે આ માહિતી મળી તો તે હોસ્પિટલ હગયો છે.
ચહરના પિતા લગ્ન પ્રસંગમાં ગયા હતા
મળતી માહિતી મુજબ, બીમાર થયા પહેલાં લોકેન્દ્ર ચહર એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. સાથે પિતા અંગે દીપક ચહરને જ્યારે માહિતી મળી, તો તેમણે બેંગાલુરૂ એરપોર્ટથી દિલ્હી માટે ફ્લાઈટ લીધી હતી. રાજધાની પહોંચ્યા બાદ દીપક બાઈ રોડ અલીગઢ ગયો હતો.
દીપક ચહરનું આંતરરાષ્ટ્રીય કરિયર
દીપક ચહર ભારતીય ટીમ માટે અત્યાર સુધી કુલ 38 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. આ દરમિયાન તેમણે 37 ઈનિંગમાં 47 વિકેટ મેળવી છે. સાથે બેટિંગ દરમિયાન તેમણે 16 ઈનિંગમાં તેમણે 256 રન બનાવ્યા છે.


