સોમવારથી ધરણા પર બેસશે : અધિક્ષક સામે અનેક આક્ષેપ
સિવિલ હોસ્પિટલના કામદાર સંગઠન દ્વારા તેમના વણઉકેલ પ્રશ્નો તથા સિવિલ હોસ્પિટલમાં ચાલતા કૌભાંડોના આક્ષેપ સાથે આગામી સોમવાર તા.૧થી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કામદાર સંગઠને જણાવ્યું છે કે આઉટ સોર્સિંગ, મેડીકલ સર્ટીફિકેટ, એજન્સીઓને અપાતા જુદા-જુદા કામ સહિતની બાબતોમાં અનેક ગેરરીતિ છે. જે અંગે કામદાર સંગઠન તા.૧થી ધરણા આંદોલન શરૂ કરશે.
સિવિલ હોસ્પિટલમાં બોગસ મેડીકલ સર્ટિફિકેટથી તેમજ આઉટ સોર્સિંગ એજન્સીના કૌભાંડોના મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં ન્યાય નહીં મળતા સિવિલ અધિક્ષક ડો.ત્રિવેદી સામે તા. ૧-૭-૨૦૨૪થી સવારે ૧૧ વાગ્યાથી ધરણાં યોજાશે.
આ અંગે રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ જણાવ્યું કે સિવિલના આ અધિકારી વર્ગ-૪ના કર્મચારીઓનું શોષણ અને અન્યાય કરી રહ્યા છે અને આ માટે બોગસ પુરાવા ઉભા કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. આઉટસોર્સ એજન્સી એમ.જે.સોલંકી દ્વારા પી.એફ., ભથ્થાઓ ઈ.એસ.આઈ. નિયમિત પગાર ચૂકવવા સહિતની બાબતોમાં વર્ગ-૪ના કર્મચારીઓનું શોષણ કરાય છે. સફાઈ કામદારોર્ને અપાતા મેડીકલ સર્ટિફિકેટના કૌભાંડો સાથે ગત તા.૧૫ના રજૂઆત કરાયાનું પણ જણાવ્યું હતું.


