મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં વિમાન દૂર્ઘટના સર્જાઇ છે જેમાં પાયલોટ સહિત 2 વ્યક્તિને ઇજા પહોંચી છે.
ટ્રેનર વિમાન હાઇ-વોલ્ટેજ પાવર લાઇન સાથે અથડાયા બાદ ક્રેશ
મળેલી માહિતી મુજબ એક ટ્રેનર વિમાન હાઇ-વોલ્ટેજ પાવર લાઇન સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાઇલટ અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા હતા.
બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
પોલીસે જણાવ્યું હતું કે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, અને અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે.
આ અકસ્માત અમાગાંવ નજીક સુકતારા હવાઈ પટ્ટીથી બે કિલોમીટર દૂર થયો હતો.
અહેવાલો અનુસાર, આ અકસ્માત સાંજે 6:25 વાગ્યે સિવની-નાગપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર સુકતારા હવાઈ પટ્ટીથી લગભગ બે કિલોમીટર દૂર અમાગાંવના ખેતરોમાં થયો હતો. આ વિમાન રેડવર્ડ એવિએશન કંપનીનું હતું અને તાલીમ ઉડાન પર હતું.
પાયલોટ અજિત ચાવડા અને બંને મુસાફરો ખતરાથી બહાર છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાયલોટ અજિત ચાવડા અને વિમાનમાં સવાર બીજા પાયલોટને ઇજા પહોંચી હતી. પાવર કંપનીના કર્મચારીઓ, ગ્રામજનો અને પોલીસે તાત્કાલિક તેમને બચાવી લીધા હતા. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,
“લેન્ડિંગ દરમિયાન વિમાનનો નીચેનો ભાગ વીજળીના તાર સાથે અથડાયો હતો”
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન રનવે પર ઉતરી રહ્યું હતું ત્યારે તેનો નીચેનો ભાગ બાદલપર સબસ્ટેશન પર 33 kV હાઇ-વોલ્ટેજ લાઇન સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે વીજળીનો લાઇન તૂટી ગયો અને વિમાન જમીન પર તૂટી પડ્યું.
આ પણ વાંચો— SIR ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન, 99.76 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી


