- જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યા બાદ નોંધાઈ છે ફરિયાદ
- મૌલવી સામે થયેલી ફરિયાદ રદ્દ કરવા HCમાં અરજ
- 31 જાન્યુ.એ જૂનાગઢમાં આપ્યું હતું વિવાદિત નિવેદન
ભડકાઉ ભાષણ આપનાર મૌલવી HCના શરણે છે. જેમાં મુફ્તી સલમાન અઝહરીએ HCમાં અરજી કરી છે. મૌલવી સામે થયેલી ફરિયાદ રદ્દ કરવા HCમાં અરજી છે. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યા બાદ ફરિયાદ નોંધાઈ છે. તેમાં 31 જાન્યુ.એ જૂનાગઢમાં વિવાદિત નિવેદન આપ્યું હતું.
વીડિયો વાયરલ થતા મામલો બહાર આવ્યો હતો
જાહેર સભામાં વિવાદિત નિવેદન બાદ વીડિયો વાયરલ થતા મામલો બહાર આવ્યો હતો. જેમાં જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલવીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મુફ્તી સલમાન અઝહરીએ ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ રદ્દ કરવા અરજી કરી છે. જેમાં 31મી જાન્યુઆરીએ જૂનાગઢમાં મુસ્લિમ સમાજના વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યા હતા. જેમાં જાહેર સભામાં વિવાદિત નિવેદન બાદ મૌલવી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
ભડકાઉ ભાષણ બાબતે ફરિયાદો નોંધાઈ હતી અને ધરપકડ પણ થઈ
મુંબઈ ઘાટકોપરના મૌલાના મુફ્તી સલમાન અઝહરી દ્વારા ગુજરાતમાં જ્યાં જ્યાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે ત્યાં ત્યાં ભડકાઉ ભાષણ બાબતે ફરિયાદો નોંધાઈ હતી અને ધરપકડ પણ થઈ હતી. તેમજ બેન્ક એકાઉન્ટમાંથી સેલ્ફ તરીકે 27 લાખ 75 હજાર રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. જે રોકડ રકમનો તેને કઈ રીતે ઉપયોગ કર્યો છે તે બાબતની તપાસ ચાલુ છે. સલમાન અઝહરી દ્વારા 2022થી અત્યાર સુધીમાં કયા કયા વિદેશ પ્રવાસ કરેલવામાં આવેલ છે તે બાબતની માહિતી રિજીયન પાસપોર્ટ ઓફિસ ખાતેથી મંગાવવામાં આવી છે. આરોપી મહંમદયુસુફ મલેક અને અઝીમ ઓડેદરાના રિમાન્ડ દરમિયાન મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. જે ડેટા મેળવવાની કામગીરી ચાલુ છે. આરોપીઓ દ્વારા અલ અઝીમ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢના નેજા હેઠળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટ્રસ્ટ અંગે અઝીમની પૂછપરછ કરતા તે ટ્રસ્ટ રજીસ્ટર્ડ થયેલ ન હોવાનું સામે આવ્યું છે. જેથી ચેરીટી કમિશનર પાસેથી આ બાબતની માહિતી પણ માંગવામાં આવી છે.


