- મેં ગુલાબના કાંટાની જેમ દુઃખ સહન કર્યાં-અનંત અંબાણી
- માતા પિતાએ કયારેક કોઈ અહેસાસ થવા નથી દીધો-અનંત અંબાણી
- આજે ફંકશનનો બીજો દિવસ છે
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંકશન યોજાઈ રહ્યું છે.ગઈકાલે ફંકશનના પ્રથમ દિવસે દેશ-વિદેશમાંથી પોતાના મહેમાન બનેલા લોકોને નમસ્તે અને અતિથિ દેવો ભવ કહીને મુકેશ અંબાણીએ આવકાર્યા હતા.પુત્ર અનંત અંબાણીએ તેમની સ્પીચ દરમિયાન ક્હ્યું કે,મારા પિતાજી આજે ઘણા જ ખુશ થઈ રહ્યા હશે, કારણ કે તેમના પુત્ર અનંતનું વેડિંગ ફંકશન આજે તેમની મનપસંદ જગ્યા જામનગરમાં યોજાઈ રહ્યું છે. પિતાની સ્પીચ બાદ અનંતે પણ મહેમાનો અને પરિવારના સભ્યો સામે સ્પીચ આપી હતી. એમાં દીકરાના શબ્દો સાંભળી મુકેશ અંબાણી ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા.
મુકેશ અંબાણીએ પણ તેમના પિતાને યાદ કર્યા
પોતાનું સંબોધન આગળ વધારતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું,કે અનંત અને રાધિકા જીવનભરના સંગાથની લાંબી સફર શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌના આશીર્વાદ તેમના જીવનને મંગલમય બનાવશે. આજે, મારા પિતા ધીરુભાઈ અંબાણી પણ સ્વર્ગમાંથી અનંત-રાધિકાને આશીર્વાદ આપી રહ્યા હશે. મને ખાતરી છે કે, આજે તેમની ખુશી બમણી થઈ ગઈ હશે કારણકે તેમના સૌથી વહાલા પૌત્ર અનંતના જીવનનો સૌથી ખુશીનો દિવસ અમે જામનગરમાં ઉજવી રહ્યા છીએ.
જામનગર કર્મભુમિ
પોતાના પરિવારમાં જામનગરના મહત્વ વિશે વાત કરતાં મુકેશ અંબાણીએ કહ્યું કે,જામનગર મારા પિતાની અને મારી કર્મભૂમિ બની.અહીં જ અમને અમારું ધ્યેય, લક્ષ્ય અને પેશન મળ્યા. 30 વર્ષ પહેલા આ જગ્યા તદ્દન ઉજ્જડ હતી. આજે અહીં તમે જે કંઈપણ જોઈ રહ્યા છો તે ધીરુભાઈ અંબાણીએ સેવેલા સપનાની હકીકત છે. રિલાયન્સના ઈતિહાસમાં જામનગર ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું છે. આ એવું સ્થળ બનેલું છે, જ્યાં અમે ભવિષ્યના વ્યવસાય અને અદ્વિતિય પરોપકારી પહેલનો પ્રારંભ કર્યો છે. હું વિનમ્રતાપૂર્વક કહીશ કે, જામનગરમાં તમને નવા ભારતના ઉદયની ઝલક દેખાશે, જે જીવંત, આશાવાદી અને આત્મવિશ્વાસથી ભરેલું છે.


