- પર્યાવરણની જાળવણી અંગે લોકોને જાગૃત કરવા
- સાઈકલ લઈ મુંબઈથી ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે
- ધોળાવીરા ટુરનો ભાગ બનીને હું રોમાંચિત છું
મુંબઈથી ધોળાવીરા પ્રવાસે જતાં ફિરોજ દાદન મહેસાણા રોટરી કલબ ખાતે આવી પહોંચતાં રોટરી કલબના પ્રમુખ અને બોર્ડ મેમ્બરે તેમનું સ્વાગત કર્યું હતું. મહેસાણા જિલ્લામાં સાઈકલિસ્ટ પૂર્વ મેયર અને સ્માર્ટ કમ્પ્યુટ ફાઉન્ડેશનના ડિરેકટર ફિરોજ દાદન મહેસાણા આવી પહોંચ્યા હતા.
મહેસાણા રોટરી કલબના પ્રમુખ હર્ષદભાઈ પટેલ અને બોર્ડ મેમ્બર સાથે મુલાકાત કરી અને કલબનું ફલેગ એકસચેન્જ કર્યો અને તેઓએ જણાવ્યું હતું કે, ધોળાવીરા ટુરનો ભાગ બનીને હું રોમાંચિત છું. કારણ કે ટે ટકાઉ મુસાફરીને પ્રોત્સાહન આપવું એ મારા માટે પ્રવાસ નથી. પરંતુ, સમગ્ર વિશ્વ માટે હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટે પ્રતિબ્ધ્તા છે.
સાઈકલિસ્ટ એ માત્ર એક રમત નથી. પરંતુ, જીવન જીવવાની રીત છે અને માનસિકતા અને તકાઉ પણામાં પરીવર્તન લાવવાનું સાધન છે. સામાજિક કાર્ય સાથે જોડાયેલ મહિલા પૂર્વ મેયર દ્વારા વિવિધ યોજનાઓ અને આર્થિક ભંડોળના આધારે મુંબઈમાં મહિલાઓને આર્થિક સક્ષમ બનાવવા અનેક રીતે મદદ કરતાં આવ્યા છે.


