મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલામાં ધરપકડના લગભગ 16 વર્ષ પછી તહવ્વુર રાણા માટે ભારત પાછા ફરવાનો માર્ગ મોકળો થયો છે. ત્યારે એ ન્યાયાધીશ વિશે જાણીએ જેમના નિર્ણયથી રાણાની છેલ્લી આશા ખતમ થઈ ગઈ હતી. આ જજનું નામ એલેના કાગન છે. આ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ તહવ્વુર રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટના જજ એલેના કાગન સમક્ષ પ્રત્યાર્પણ સામે અરજી દાખલ કરી હતી. જેને તેમણે 6 માર્ચે નકારી કાઢી હતી.
મહિલા જજ એલેના કાગન
પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણાને અમેરિકા દ્વારા ભારતીય એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો. જે બાદ ભારતીય અધિકારીઓની એક ટીમ તેમને અમેરિકાથી દિલ્હી લઈ ગઈ. રાણાને દિલ્હીમાં કેસનો સામનો કરવો પડશે. ગૃહમંત્રી અમિત શાહે રાણાના પ્રત્યાર્પણને મોદી સરકારની કૂટનીતિનો વિજય ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાણાને તિહાર જેલમાં રાખી શકાય છે. NIAના ત્રણ અધિકારીઓ, અન્ય ત્રણ ગુપ્તચર અધિકારીઓ સાથે, રાણાને લેવા માટે અમેરિકા ગયા હતા. તહવ્વુર રાણાના ભારત પાછા ફરવાના આ મહત્વપૂર્ણ તબક્ક માટે મહિલા જજ એલેના કાગનનું નામ મોખરે રહેશે.
યુએસ જજ એલેના કાગન કોણ છે?
હકીકતમાં આ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ, તહવ્વુર રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટના જજ એલેના કાગન સમક્ષ પ્રત્યાર્પણ સામે અરજી દાખલ કરી હતી. જેને તેમણે 6 માર્ચે નકારી કાઢી હતી. આ પછી રાણા માટે ભારત આવવાનો માર્ગ ખુલ્યો હતો. 64 વર્ષીય કાગન યુએસ સુપ્રીમ કોર્ટમાં જજ છે. કાગનની નિમણૂક બરાક ઓબામા દ્વારા 2010 માં કરવામાં આવી હતી. તે યુએસ સુપ્રીમ કોર્ટના ચોથા મહિલા ન્યાયાધીશ છે. તેમને અમેરિકાના પ્રથમ મહિલા સોલિસિટર જનરલ બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત થયું છે. 2009માં તે યુએસ સોલિસિટર જનરલ બની. બીજા વર્ષે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જોન પોલ સ્ટીવન્સની નિવૃત્તિ પછી, ઓબામાએ તેમના સ્થાને કાગનને નિયુક્ત કર્યા. તેમની નિમણૂક યુએસ સેનેટ દ્વારા 63-37 મતોથી કરવામાં આવી હતી.
તહવ્વુર રાણાએ કોર્ટમાં કરી હતી અરજી
જ્યારે એલેના કાગને રાણાની અરજી ફગાવી દીધી, ત્યારે તેમણે યુએસ ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સને પણ અપીલ કરી. આ અરજી યુએસ સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો જસ્ટિસ ક્લેરેન્સ થોમસ, જસ્ટિસ સેમ્યુઅલ એલિટો, જસ્ટિસ સોનિયા સોટોમાયર, જસ્ટિસ એલેના કાગન, જસ્ટિસ નીલ એમ. ગોર્સચ, જસ્ટિસ બ્રેટ એમ. કવાના, જસ્ટિસ એમી કોન બેરેટ, જસ્ટિસ કેતનજી બ્રાઉન જેક્સન સમક્ષ મૂકવામાં આવી હતી. પણ અહીં પણ રાણાનો મુદ્દો કામ ન લાગ્યો. રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં જે દલીલો રજૂ કરી હતી તેમાં એ પણ હતું કે તે ભારતમાં વધુ અત્યાચારોનો સામનો કરી શકે છે. કારણ કે તે એક મુસ્લિમ, પાકિસ્તાની અને ઇસ્લામાબાદની સેનાનો ભાગ હતો. આ સાથે તેમણે પોતાના બગડતા સ્વાસ્થ્યનો પણ ઉલ્લેખ કર્યો. પરંતુ તેમના શબ્દો કોર્ટમાં કામ ન આવ્યા.
રાણા સામે કેસ લડશે નરેન્દ્ર માન
તહવ્વુર રાણાના ભારત પાછા ફરતા પહેલા દેશમાં હાઇ એલર્ટ છે. ખાસ કરીને, દિલ્હીમાં વધારાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ વચ્ચે તૈયારીઓ અંગે બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના ડીજી ડાયરેક્ટર જનરલ તપન ડેકા, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને એનઆઈએના ડિરેક્ટર સદાનંદ વસંત દાતે હાજર રહ્યા હતા. મોડી રાત્રે, ગૃહ મંત્રાલયે એક ગેઝેટેડ નોટિફિકેશન બહાર પાડીને રાણા સામે રાષ્ટ્રીય તપાસ એજન્સીના સરકારી વકીલ નરેન્દ્ર માનની નિમણૂક કરાઇ હતી. નરેન્દ્ર માનની નિમણૂક નોટિફિકેશન જારી થયાની તારીખથી 3 વર્ષ માટે અથવા કેસની ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી કરવામાં આવી છે.
પાકિસ્તાની, કેનેડિયન નાગરિક, ડૉક્ટર
તહવ્વુર રાણાએ પ્રત્યાર્પણનો વિરોધ કર્યો હતો. જેમાં તેમણે ક્રૂરતા વિરુદ્ધ યુએસ કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતોનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ કોર્ટે તેમની દલીલો સ્વીકારી ન હતી. જ્યારે ભારતને સરેન્ડર વોરંટ મળ્યું. ત્યારે અધિકારીઓની એક ટીમ વિદેશની ધરતી પરથી ભાગેડુ ગુનેગારને લાવવા ગઈ. ભારત આવ્યા પછી રાણા સૌથી પહેલું કામ પોતાની તબીબી તપાસ કરાવી શકે છે. વધુમાં, તેને વીડિયો લિંક દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરી શકાય છે. રાણા મૂળ પાકિસ્તાનના છે. પરંતુ તે લાંબા સમયથી કેનેડિયન નાગરિક છે. હાલમાં, તેને અમેરિકન શહેર લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. રાણા લશ્કર-એ-તૈયબાના ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો સાથી રહ્યો છે – જેને 26/11 હુમલાનો મુખ્ય કાવતરાખોર માનવામાં આવે છે.


