મુંબઈથી દુબઈ… ટનલ ટ્રેન દ્વારા. જે સમુદ્રમાંથી પસાર થશે. આ કોઈ સપનાની વાર્તા જેવું લાગે છે. પરંતુ સિવિલ એન્જીનિયરીંગની સંસ્થાઓમાં આ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. તેના ખર્ચ પર વિચારણા કરવામાં આવી રહી છે અને આ પ્રોજેક્ટની શક્યતા અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી રહી છે.
મુંબઈથી દુબઈ અંડરવોટર રેલ પ્રોજેક્ટ એ સંયુક્ત આરબ અમીરાત (UAE) ની કંપની નેશનલ એડવાઈઝર બ્યુરો લિમિટેડ (NABL) દ્વારા સજેસ્ટ કરવામાં આવેલો પ્રોજેક્ટ છે. આ એક હાઇ-સ્પીડ રેલ નેટવર્ક હશે જે અરબી સમુદ્ર દ્વારા ભારત અને યુએઈને જોડશે.
દુબઈ પ્રિન્સ ભારતની મુલાકાતે છે
નોંધનીય છે કે આ વિચાર સૌપ્રથમ 2018 માં આવ્યો હતો અને હાલના વર્ષોમાં તેની ચર્ચા ફરી તીવ્ર બની છે. ખાસ કરીને 2025 માં. નોંધનીય છે કે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ હાલમાં ભારતની મુલાકાતે છે. આજે પ્રિન્સ શેખ હમદાન ભારતમાં છે. આ દરમિયાન, તેઓ ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક અને વ્યાપારી સહયોગ સહિત ભવિષ્યના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
ગલ્ફ અખબાર ખલીજ ટાઇમ્સે મંગળવારે આ પ્રોજેક્ટ પર એક લેખ પ્રકાશિત કર્યો છે. નેશનલ એડવાઇઝર બ્યુરો લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અબ્દુલ્લા અલ શેહીએ ખલીજ ટાઇમ્સને જણાવ્યું હતું કે પ્રોજેક્ટના ફંડ અંગે ચર્ચા કરતા પહેલા કંપનીને લીગલ પરમિશન લેવી પડશે.


