By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    23 minutes ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મુંદ્રા ૨૧૦૦૦ કરોડનું ડ્રગ્સ પ્રકરણ : જોબનજીત વિદેશ નાસી ગયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છગુજરાતન્યૂઝ

મુંદ્રા ૨૧૦૦૦ કરોડનું ડ્રગ્સ પ્રકરણ : જોબનજીત વિદેશ નાસી ગયો

agragujaratnews
Last updated: 2024/04/04 at 9:04 PM
2 years ago
Share
મુંદ્રા ૨૧૦૦૦ કરોડનું ડ્રગ્સ પ્રકરણ : જોબનજીત વિદેશ નાસી ગયો
SHARE

એક મહિનાથી તપાસ ચાલતી હતી છતાં આરોપી હાથમાં ન આવ્યો! : પંજાબમાંથી આરોપીને ભગાડવામાં કઇ લોબી કામ કરી ગઇ?

ડ્રગ્સની હેરાફેરી માટે છેલ્લા થોડા સમયથી ગુજરાત વાયા પંજાબ સીલ્કરૂટ બન્યો છે. અગમ્ય કારણોસર કુખ્યાત થઇ ગયેલા પોર્ટ અને કચ્છની સરહદેથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ છે. જો કે ઝડપાઇ છે તેના કરતા વધુ માત્રામાં જથ્થો પગ કરી જાય છે. તંત્રની કામગીરીના ભાગરૂપે ૨૧૦૦૦ કરોડનું મુંદ્રા ડ્રગ્સ પ્રકરણ ચર્ચામાં રહ્યું છે. જેનો મુખ્ય આરોપી જોબનજીત પંજાબમાંથી લાપતા થઇ ગયો છે. જો કે એક મહિનાથી તપાસના ફીફા ખાંડયા બાદ આરોપીને ભગાડી દેવામાં કોઇ લોબી કામ કરી ગયાનું કહેવાય છે.

Contents
એક મહિનાથી તપાસ ચાલતી હતી છતાં આરોપી હાથમાં ન આવ્યો! : પંજાબમાંથી આરોપીને ભગાડવામાં કઇ લોબી કામ કરી ગઇ? સુપ્રીમકોર્ટે મંજૂરી આપતા મુંદ્રા પોર્ટ ડ્રગ કેસ સાથે જોડાયેલ કેસ પંજાબથી ગુજરાત ટ્રાન્સફર

મુન્દ્રામાં ૨૦૨૧ની સાલમાં માં પકડાયેલા ૨૧૦૦૦ કરોડના હેરોઈન ડ્રગ્સના કેસનો આરોપી જોબનજીતસિંગ બલવિન્દ્રસિંગ સંધુ ભુજ પોલીસને અમૃતસરમાં ચકામો આપી પલાયન થયાની ઘટનાને એક મહિનાથી વધુ સમય વિતી ગયો છે. જોબનજીતસિંગ વિદેશ નાસી ગયો હોવાની શંકા પોલીસ સેવી રહી છે. અમૃતસર પોલીસ એવું માને છે કે, ગુજરાતની ભુજ પોલીસની બેદરકારીથી ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલો નામચીન આરોપી નાસી છૂટ્યો છે. બીજી તરફ, પશ્ચિમ કચ્છ પોલીસે વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરવા કે ગુજરાત જ નહીં દેશભરમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયાના કેરાના આરોપીને ભગાડવામાં પંજાબમાં કોની સંડોવણી હતી તે અંગે તપાસ કરવાની ચેષ્ટા પણ કરી નથી. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા અને ઈન્ચાર્જ રેન્જ આઈજીપી બગડિયા સંપર્કવિહોણાં રહ્યાં હતાં.

ગત તા. ૧૪-૨ના ભુજની પાલારા જેલથી અમૃતસરડ્રેગ્સ કેસના આરોપી જોબનસિંઘ બલવિંદરસિંઘ સિધુને લઈ જવાયો હતો. જ્યાં તેને અમૃતસરની સેસન્સ કોર્ટમાં રજૂ કરાયા બાદ પરત તેને પરત ભુજ લઈ અવાતો હતો. અમૃતસરથી પરત ફરતી વખતે રસ્તામાં કેદીને જમવા લઈ ગયા હતા. ભુજ પોલીસ હેડ કવાર્ટરના ત્રણ પોલીસ કર્મચારીઓની નજર ચુકવીને જોબનજીતસિંઘ ફરાર થઈ ગયો હતો. કેદી પાર્ટી જાપ્તા ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સપેક્ટર આર.સી.સોલંકીએ કચ્છ પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસે નાકાબંધી ગોઠવીને શોધખોળ હાથ ધરી હતી પણ ક્યાંય પતો લાગ્યો નહોતો. આ અંગે અમૃતસર રૂરલ પોલીસના જાનદિયાલા પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે.

જોબનજીતસિંઘ વિરૂદ્ધ કચ્છના ગાંધીધામ ખાતે વર્ષ ૨૦૨૧માં ૨૧૦૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં સંડોવણી ખુલવા પામી હતી તેમજ અમૃતસરને એન.ડી.પી.એસ.નો ગુનો નોંધાયેલો છે તે કેસમાં તેને અમૃતસર લવાયો હતો. આ શખ્સ વિરૂદ્ધ રાજસ્થાન, પંજાબ અને ગુજરાત સહિત અન્યત્રણ અનેક ગુના નોંધાયેલા છે. જોબનજીતસિંગ નાસીને કેનેડા કે અન્ય કોઈ દેશમાં નાસી છૂટ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. ડ્રગ્સ સિન્ડીકેટ માટે કામ કરતાં જોબનજીત સિંગને ભગાડવામાં કોની સંડોવણી છે તે અંગે  અત્યાર સુધી કોઈ તથ્યો અમૃતસર પોલીસની તપાસમાં સ્પષ્ટ થયાં હોય તેવું હજુ સુધી જાહેર થયું નથી.

આ કેસમાં બેદરકારી દાખવનારા પશ્ચિમ કચ્છ પોલીસ હેડ ક્વાર્ટરના પીએસઆઈ અને બે પોલીસ કર્મચારી સહિતની કેદી પાર્ટી સામે કાર્યવાહી થશે તેમજ આ અંગેનો રિપોર્ટ જેલ તંત્રના જવાબદારોએ એસ.પી.ને મોકલ્યો હતો. આ અંગે કોઈ કાર્યવાહી કે તપાસ થઈ છે કે કેમ તે સ્પષ્ટ કરવા પશ્ચિમ કચ્છ એસ.પી. અને ઈન્ચાર્જ રેન્જ આઈજીપી મહેન્દ્ર બગડિયાનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો | હતો. જો કે, તેમનો ફોન સતત નિરૂત્તર રહ્યો હતો.

મુન્દ્રા પોર્ટ ઉપર ટેલ્કમ પાઉડરના નામે આયાત થયેલો ૨૧૦૦૦ કરોડનો હેરોઈન ડ્રગ્સનો જથ્થો સપ્ટેમ્બર- ૨૦૨૧માં પકડાયો હતો. દેશવ્યાપી ડ્રગ્સ કાર્ટેલ સામેની તપાસ એન.આઈ.એ.ની ટીમે સંભાળ્યા પછી કુલ સાત પેઢીના ૪૨ લોકો સામે તપાસ કાર્યવાહી ચાલી રહી છે. જે ટ્રેડીંગ કંપનીના નામે ટેલ્કમ પાઉડરના નામે આયાત થઈ હતી તેના માલિક એમ. સુધાકર, તેના પત્ની ઉપરાંત ચાર અફઘાની નાગરિક સહિત ૯ સામે કાર્યવાહી કરાઈ છે. ડ્રગ્સની ગેરકાયદે આયાત અને પંજાબ સુધી હેરાફેરીના નેટવર્કમાં મહત્વના ગણાતાં જોબનજીત સિંઘ નાસી છૂટવાની ઘટનાને એક મહિનાથી વધુ સમય વિતી ગયો છે. અમૃતસર કે કચ્છ પોલીસ તરફથી કાર્યવાહીના અણસાર મળતાં નથી. આ સંજોગોમાં મુન્દ્રા ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી નજીકના ભવિષ્યમાં ઘટસ્ફોટ કરી શકે છે.

 સુપ્રીમકોર્ટે મંજૂરી આપતા

 મુંદ્રા પોર્ટ ડ્રગ કેસ સાથે જોડાયેલ કેસ પંજાબથી ગુજરાત ટ્રાન્સફર

 અમદાવાદની સ્પેશ્યલ NIA કોર્ટમાં કેસ ચાલશે ૨૦૨૧માં ૨૯૮૮ કિલો ડ્રગ પકડાયું હતું

સુપ્રીમકોર્ટે નેશનલ ઈન્વેસ્ટિગેશન | એજન્સીની અરજી ગ્રાહ્ય રાખતા મુંદ્રા પોર્ટ ડ્રગ કેસ સાથે ર સંકળાયેલ ડ્રગ કેસને પંજાબથી ગુજરાતની સ્પેશ્યલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામા આવશે. ડીઆરઆઈ દ્વારા ૨૦૨૧માં મુંદ્રા પોર્ટ પરથી ૨૯૮૮ કિલો હેરોઈન પકડવામા આવ્યુ હતું.

ડીઆરઆઈ દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ પકડાવા બાબતે કેસ ફાઈલ કરવામા આવ્યો હતો અને બીજો એક કેસ સાકેતની સ્પેશ્યલ કોર્ટમાં પેન્ડિંગ છે જ્યારે ત્રીજો કેસ પંજાબની હોશિયારપુર ની એડિશનલ સેશન્સ જજની કોર્ટમેં પેન્ડિંગ છે. સપ્ટેમ્બર ૨૦૨૧માં ડીઆરઆઈ ( ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) દ્વારા મુંદ્રા પોર્ટ પરથી ૨૯૮૮ કિલો હેરોઈને ટેલકમ પાવડર ફોર્મમાં પકડવામા આવ્યુ હતું. આ કન્સાઈનમેન્ટ અફઘાનિસ્તાનથી આવતુ હતુ અને ડીઆરઆઈએ પકડી પાડયુ હતું. આ કેસ પંજાબના અન્ય કેસ સાથે ઈન્ટરલિંગ હોવાનું એજન્સી દ્વારા સુપ્રિમકોર્ટમાં જણાવવામા આવ્યુ હતું. જો પંજાબ અને ગુજરાતમાં અલગ અલગ ટ્રાયલ-કેસ ચાલે તો મુશ્કેલી થાય તેમ છે.

જ્યારે બીજી બાજુ સુપ્રિમકોર્ટે ગુજરાતમાં કેસ ટ્રાન્સફર ન કરવા માટેની અરજી ફગાવી હતી અને એનઆઈએ તરફથી થયેલી અરજીને ગ્રાહ્ય રાખી હતી અને કેસને પંજાબથી ગુજરાતમાં ટ્રાન્સફર કરવા માટેની મંજૂરી આપી હતી.

You Might Also Like

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
સુરત

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Editor By Editor 34 minutes ago
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?