જીવદયાના શ્રેષ્ઠીઓ જીવદયાના પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરશે
અગ્ર ગુજરાત, મુન્દ્રા
એન્કરવાલા અહીંસાધામ દ્વારા “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.10 જાન્યુઆરી શનીવારથી તા.11 જાન્યુઆરી રવિવાર સુધી ”એન્કરવાલા અહીંસાધામ સંકુલ” પ્રાગપર રોડ જંકશન, મુન્દ્રા-કચ્છ ખાતે અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન કરાયું છે. “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” સંમેલનનું સૂત્ર સંચાલન શ્રી અમૃત નિસર વાળા કરશે.
બે દિવસીય મેગા સંમેલન કાર્યક્રમના સૌજન્યદાતા શ્રીમતી મંજુલાબેન મહેન્દ્ર સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ (રામદેવ ગ્રુપ, વિલેપાર્લા- ટોડા), રીટાબેન હરેશભાઈ વોરા (ભાનુ પ્રોપર્ટીઝ, બોરીવલી – ગેલડા), દિપ્તીબેન રૂપેશભાઈ સંગોઈ (ઝીલ ઈન્ફોટેક, કાંદિવલી – કપાયા) તથા એક સદગૃહસ્થ રહેશે.
“પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” સંમેલનના પ્રથમ દિવસ શનિવારે તા.10-01-2026 , સવારે 9-30 કલાકે અહિંસાધામ સંકુલમાં સ્વામિનારાયણ મંદિરના સંતો, ડૉ. સુરદાસ પ્રભુ (પ્રમુખ ઇસ્કોન ઇન્ડિયા, મુંબઈ)ના સંતોના આશીર્વચન સાથે કાર્યક્રમની શરૂઆત થશે. સમારંભ પ્રમુખ પ્રેમજીભાઈ રવજી પિંડોરિયા (આફ્રિકા) વાળા રહેશે. પ.પૂ.શાસ્ત્રી કશ્યપભાઈ જોશી (મોટા ભાડિયા) વૃક્ષના વિષય પર તથા એડ. અનુપચંદ્ર જૈન (વડોદરા) જીવદયા વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એડ. હિતેષભાઈ જૈન, નરશીભાઈ મહાદેવાભાઈ દુબરીયા, મયંકભાઈ ઠકકર સહિતનાઓ ઉપસ્થિત રહેશે.
શનિવારે બપોરે 3-૦૦ કલાકે નંદી સરોવર પાણી, ઘાસના કાર્યનું નિરિક્ષણ અને પશુ-૫ક્ષી પર્યાવરણ નિહાળવા મંગલ ફેરી કરવામાં આવશે. આ સમારંભ પ્રમુખ અનિલભાઈ શશીકાંત જૈન (દિગંબર સમાજ ,વિલેપાર્લા) તથા વકતા ડૉ. ભૂમિકા જૈમીન દોશી પોતાનું વક્તવ્ય આપશે. અતિથિ વિશેષ તરીકે રાજેશભાઈ જૈનેન્દ્ર જૈન, પ્રતિકભાઈ સાંગવે, પ્રેમચંદભાઈ જૈન, બી.એસ.રાવ, રાકેશ પંચાલ, સહિતનાઓ ઉપસ્થિત રહેશે.
“પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” સંમેલનના દ્વિતીય દિવસે રવીવારે તા.11-01-2026 , સવારે 9-30 કલાકે અહિંસાધામ સંકુલમાં રાષ્ટ્રીય સંત આચાર્ય મુનિ લોકપ્રકાશ લોકેશ (દિલ્હી)ના આશીર્વચન સાથે કાર્યક્રમની શરૂઆત થશે. સમારંભ પ્રમુખ પ્રવિણભાઈ જૈન રહેશે. નીરજ કાંતિલાલ પુરોહિત, ડૉ. પ્રતિભા આઠવલે પર્યાવરણ વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અનિરુદ્ધભાઈ દવે , જીગરભાઈ તારાચંદભાઈ છેડા, સારીકા જૈન (મોટીવેશનલ સ્પીકર), વિરાગ શાહ, જશ નીતા પ્રફુલ વીરા, સુભાષચંદ્ર ગોયલ, કુંવરજી દેવજી નારદાણી, માધવીબેન હેમલભાઈ શાહ, જયંતીલાલ જીવરાજ ગાલા, કમલેશભાઈ પરીખ “કમલ”, નરેન્દ્રભાઈ પોપટલાલ કારિયા, ખ્યાતિબેન શર્મા, સહિતનાઓ ઉપસ્થિત રહેશે.
“પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” સંમેલનના દ્વિતીય દિવસે રાષ્ટ્રીય સંત આચાર્ય મુનિશ્રી લોકપ્રકાશ લોકેશજી (દિલ્હી), શ્રી આદિજિન યુવક મંડળ (વાલ્કેશ્વર-મુંબઈ), શ્રી અલ્કેશ મનુભાઈ મશરૂફવાલા (જીવનધારા વૃદ્ધાશ્રમ, અમદાવાદ)નાઓને અહિંસા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.


