મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી મોરબીના નગરજનોને અપીલ કરવામાં આવી હતી કે જ્યાં ત્યાં કચરો ન નાખી પાલિકા દ્વારા કચરા કલેક્શન વેન જે ડોર ટુ ડોર આવે તેમાં નાખી મોરબીને સુઘડ અને સ્વચ્છ બનાવવા માટે પૂરતો સહયોગ આપવાની અપીલ કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સુશીલ પરમાર દ્વારા મોરબીવાસીઓને અપીલ કરી જણાવ્યું હતું કે ૧ જાન્યુ. ૨૦૨૪ થી મોરબીના તમામ વોર્ડમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેનો ખાનગી એજન્સીને કોંટ્રાક્ટ આપ્યો છે તેના દ્વારા મોરબીના અલગ અલગ વિસ્તારમાં આશરે ૨૮ જેટલા વાહનો રાખી જુદા-જુદા રૂટ બનાવી ડોર ટુ ડોર કચરા કલેક્શન કરવા વેન આવે છે. જેમાં ભીનો અને સૂકો કચરો રાખવાની જોગવાઈ પણ કરવામાં આવી હોવાથી રોડ ઉપર કે અન્ય જગ્યાએ જ્યાં-ત્યાં કચરો ન નાખી મોરબીને સ્વચ્છ અને સુઘડ બનાવવા સહયોગ કરે. આ ઉપરાંત લોકોની ફરિયાદ હોય છે કે કાર્બેજ વેન ત્યાં આવતી ન હોય તે માટે પણ આગામી 15 દિવસ એક સફાઈ ઝુંબેશ ચલાવી ટીમ બનાવી જ્યાં જ્યાં આવા કચરા નાખવાના પોઇન્ટ બનાવ્યા હોય તદ્પરાંત લોકો દ્વારા કચરાના પોઇન્ટ બનાવી દીધા હોય તેની સાફ સફાઈ અભિયાન શરુ કરવામાં આવશે ત્યારે અંતમાં પાલિકા ચીફ ઓફિસર દ્વારા વધુ એકવાર તમામ નગરજનોને અપીલ કરી છે કે જ્યાં ત્યાં કચરો ન નાખી સહયોગ આપો તેથી આવનારા દિવસોમાં મોરબી શહેરને સુંદર અને સ્વચ્છ નિહાળી શકીયે.