મનપા દ્વારા લાલુભાઇ પારેખ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની ૧૦ દુકાનોની કાલે હરરાજી
રૂ.૧.૮૫ કરોડથી વધુ રકમની આવક થવાનો અંદાજ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ ૨૭ મવડીના પ્લોટ નં.૫૧ બી ખાતે વેસ્ટ ઝોન પેકેજ પાંચ હેઠળ તૈયાર થયેલ લાભુભાઇ પારેખ ટાઉનશીપ શોપીંગ સેન્ટરની ૧૦ દુકાનોની આવતીકાલે સવારે ૯ કલાકે હરરાજી કરવામાં આવશે.
જાહેર હરરાજીમાં ભાગ લેનારે હરરાજીની તારીખના આગળના દિવસ સુધીમાં એસ્ટેટ વિભાગમાં અથવા હરરાજીના દિવસે સ્થળ પર રૂ.૨,૦૦,000/- “રાજકોટ મહાનગરપાલિકા”ના નામના ચેક અથવા ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ તરીકે ભરવાનાં રહેશે. ડીપોઝીટ ભરનાર ઈસમ જ હરરાજીમાં ભાગ લઇ શકશે. માંગણી નામંજુર થયે ડીપોઝીટનો ચેક / ડી.ડી. સ્થળ ઉપર જ પરત આપવામાં આવશે. જે નામથી દુકાન ખરીદવા માંગતા હોય તેમના જ એકાઉન્ટનો ચેક ડીપોઝીટ પેટે આપવાનો રહેશે.
હરરાજીમાં ભાગ લેનારે આપેલ ડીપોઝીટ કે ૨૫% રકમનો ચેક રીટર્ન થવાના કિસ્સામાં, જે-તે અરજદાર વિરૂધ્ધ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવશે.
દુકાન વેચાણ રાખનારે બાકી અવેજની ૭૫% રકમ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા આ કામનો ઠરાવ થયા બાદ, લેખિત જાણ કરવામાં આવ્યે દિન-૬૦માં ભરપાઈ કરવાની રહેશે. જો વેંચાણ રાખનાર દ્વારા બાકી અવેજની ૭૫% રકમ, ઉક્ત ૬૦ દિવસથી મોડી ભરવામાં આવશે તો જેટલા દિવસ મોડી ભરેલ હશે તે દિવસોનું ૧૮% મુજબ સાદુ વ્યાજ વસુલવામાં આવશે. પરંતુ જો વેચાણ રાખનાર બાકી અવેજની ૭૫% રકમ ઉકત મુજબ લેખીતમાં જાણ કર્યાના ૯૦ દિવસમાં વ્યાજ સાથેની રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ જશે તો ભરપાઈ કરેલ ૨૫% રકમ ખાલસા કરવામાં આવશે.
હરરાજી અંગેના ડીપોઝીટની રકમના ચેક રાજકોટ મહાનગરપાલિકા એસ્ટેટ શાખા, રૂમ નં.૧૦, ત્રીજો માળ, ઢેબરભાઇ રોડ, રાજકોટ ખાતે તા. ૨૦/૦૧/૨૦૨૬ સુધીમાં ઓફીસ સમય દરમિયાન સ્વીકારવામાં આવશે.
| શ્રી લાલુભાઇ પારેખ ટાઉનશીપ શોપીંગ સેન્ટર | ||||
| ક્રમ | ફ્લોર | દુકાન નંબર | કાર્પેટ એરીયા ચો.મી આશરે | અપસેટ કિંમત રૂ. |
| ૧ | G.F (Building -A) | ૧ | 17.43 | 1960000 |
| ૨ | G.F (Building -A) | ૨ | 14.05 | 1580000 |
| ૩ | G.F (Building -A) | ૩ | 15.6 | 1750000 |
| ૪ | G.F (Building -A) | ૪ | 14.05 | 1580000 |
| ૫ | G.F (Building -A) | ૫ | 22.87 | 2570000 |
| ૬ | G.F (Building -A) | ૬ | 22.87 | 2570000 |
| ૭ | G.F (Building -A) | ૭ | 14.05 | 1580000 |
| ૮ | G.F (Building -A) | ૮ | 15.6 | 1750000 |
| ૯ | G.F (Building -A) | ૯ | 14.05 | 1580000 |
| ૧૦ | G.F (Building -A) | ૧૦ | 14.35 | 1610000 |


