ભંગારિયાઓ ફરી રોડ પર આવી ગયા : કાયમી પગલા લેવા માટે લત્તાવાસીઓ કાનૂની સહાય લેશે?
રાજકોટની મીની ‘ધારાવી’ છોટુનગર ઝૂપડપટ્ટીમાં દારૂ, જુગાર, ચરસ, ગાંજાથી માંડી તમામ દુષણનોનું ઘર છે અને આ દુષણ ધોળા દિવસે મેઇન રોડ પર ઉભી રહેતી ભંગાર બજારમાં બેરોકટોક ચાલ્યા જ કરે છે તેવી આસપાસની સોસાયટીના રહેવાસીઓની વ્યાપક ફરિયાદ હોવા છતાં નથી પોલીસ તંત્ર ગંભીરતા લેતુ કે નથી મહાનગરપાલિકાની જગ્યા રોકાણ શાખા. લતાવસાઓની સહનશક્તિની હદ આવી જાય અને નછૂટકે રસ્તા ઉપર ઉતરવાની ફરજ પડે ત્યારે બે-ચાર દિવસ તંત્ર કામગીરી દેખાડી પછી ફરીથી ભંગારિયાઓના ડરથી તંત્રના અધિકારીઓ ભોં-ભીતર થઇ જાય છે. વચ્ચે થોડા દિવસ રોડ પર ઉભા રહેતા ભંગારિયાઓના ત્રાસમાં રાહત થઇ હતી પરંતુ એ પછી ફરી અને આ વખતે તો સહનશક્તિની પણ ચરમસીમા વટાવી જાય એ હદે રોડ પર ભંગાર બજારનો ત્રાસ વકર્યો છે. હવે લત્તાવાસીઓ સામુહિક રીતે સબંધીત સરકારી તંત્ર સામે કાનૂની કાર્યવાહીના દરવાજા ખટખટાવે તેવી પણ શકયતા છે.
રાજકોટ મહાનગરપાલિકામાં એક સમય હતો, જગ્યા રોકાણ શાખામાં હેરમા, બથવાર, હર્ષદ સંઘાણી જેવા કડક અધિકારીને આજે પણ લોકો યાદ કરે છે. તેઓ કાફલો લઇને રોડ પર નીકળતા એટલે દબાણકારો ભોં-ભિતર થઇ જતા હતા. આજે સ્થિતિ અલગ છે. દબાણકારો જગ્યા રોકાણ શાખાને મચક પણ નથી આપતા અને એ પણ શાખા અધિકારી કેપ્ટન બારૈયા પોતે એક્સ. આર્મિમેન માત્ર કહેવાના જ છે. અધિકારી કેપ્ટન બારૈયાના કહેવાતી કડકાઇ હનુમાન મઢી પાસે આવેલી ભંગાર બજારમાં આવીને કડડભૂસ થઇ જાય છે. એક્સ.આમિર્મેન કેપ્ટન બારૈયા છોટુનગર પાસેની ભંગાર બજારના ન્યૂસન્સ દૂર કરવામા થરથર ધ્રુજતા હોય તેવો આક્રોષ આસપાસની સોસાયટીઓમાં રહેતા સેંકડો પરિવારમાં ભભૂકી રહ્યો છે. આ અગાઉ છોટુનગર સહિત આસપાસની સોસાયટીઓના રહેવાસીઓનો આક્રોષ જ્વાળામુખી બનીને ફાટ્યો હતો ત્યારે લોકરોષ જોઇને મનપાની જગ્યા રોકાણ શાખા અને ગાંધીગ્રામ પોલીસે સયુંક્ત રીતે ધોંસ તો બોલાવી હતી પરંતુ એ માત્ર બે-પાંચ દિવસ પુરતી જ રહી. પણ એ પછી ફરી હાલત જૈસે થે વૈસે જેવી થઇ ગઇ છે.