- બંગાળના મુર્શિદાબાદમાં TMC નેતા સત્યેન ચૌધરીની ગોળી મારીને હત્યા
- અજાણ્યા શખ્સોએ સત્યેન ચૌધરી ગોળી મારીને હત્યાને આપ્યો અંજામ
- સત્યન ચૌધરીને મુર્શિદાબાદ હોસ્પિટલમાં ખસેડાતા તબિબોએ મૃત જાહેર કર્યા
લોકસભા ચૂંટણીને લઇ તમામ નેતાઓ તડામાર તૈયારી કરી રહ્યા છે. તેવામાં પશ્ચિમ બંગાળમાં ફરી ખૂની ખેલ ખેલાયો છે. TMCના એક નેતાની રવિવારે ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. આ ઘટના મુર્શિદાબાદ જિલ્લાના બહરમપુરમાં બની હતી. TMC નેતા અને જિલ્લા મહાસચિવ સત્યેન ચૌધરીનું ગોળી મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો.
મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં TMC નેતા સત્યેન ચૌધરીની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બહેરામપુરના ચલતિયામાં રવિવારે બપોરે આ ઘટના બની હતી. સ્થાનિકોએ સમગ્ર ઘટનાને લઇ જણાવ્યું હતું કે, અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા અને મોકાનો ફાયદો ઉઠાવીને TMC નેતાને ગોળી મારીને હત્યાને અંજામ આપ્યું હતું. આ ઘટના બાદ સત્યન ચૌધરીને મુર્શિદાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને પગલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે સત્યેન એક સમયે અધીર રંજન ચૌધરીના નજીક હતા, પરંતુ બાદમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. તાજેતરમાં સત્યેનનું શાસક પક્ષથી અંતર ઘણું વધી ગયું હતું. રવિવારે બપોરે, હુમલાખોરોએ સત્યેન ચૌધરી સાવ નજીકથી ગોળી મારીને હત્યા કરી છે. ઘટનાને પગલે સત્યેન ચૌધરીને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા.


