- અમેરિકામાં વસતા મુસલમાનોએ કર્યો હતો બાઈડેનની ઇફ્તાર પાર્ટીનો બહિષ્કાર
- “અમેરિકા પેલેસ્ટાઈનમાં ચાલી રહેલા યુદ્ધને રોકશે તો જ તેઓ ઈફ્તાર પાર્ટીમાં જોડાશે”
- વ્હાઇટ હાઉસે ટ્વિટ કરીને દેશ અને દુનિયાના તમામ મુસલમાનોને પાઠવી શુભેચ્છા
અમેરિકાના વ્હાઇટ હાઉસે દેશના અને વિશ્વના તમામ મુસ્લિમોને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી છે. વ્હાઇટ હાઉસે તેના ટ્વિટર (X) હેન્ડલ પર આ અંગે પોસ્ટ કર્યું છે. વ્હાઇટ હાઉસે લખ્યું છે કે, ‘અમેરિકાના જો બાઈડેન અને કમલા હેરિસ પ્રશાસને દેશ અને દુનિયાના તમામ મુસ્લિમોને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી છે.’ વ્હાઇટ હાઉસે આ પોસ્ટની સાથે ઈદ મુબારકનું એક પોસ્ટર પણ શેર કર્યું છે.
જણાવી દઈએ કે જો બાઈડેને આ વખતે વ્હાઇટ હાઉસમાં જે ઈફ્તાર પાર્ટી યોજવાની વાત કહી હતી તેનો અમેરિકાના મુસ્લિમોએ બહિષ્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે જો અમેરિકા પેલેસ્ટાઈનમાં ચાલી રહેલા યુદ્ધને રોકશે તો જ તેઓ ઈફ્તાર પાર્ટીમાં જોડાશે.
વાસ્તવમાં, અમેરિકામાં આ વર્ષે 10 એપ્રિલે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યારે ભારત અને પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાઈ દેશોમાં ઈદ 11 એપ્રિલે ઈદની ઉજવણી કરવામાં આવશે. ઇસ્લામમાં, રમઝાનનો મહિનો વર્ષનો નવમો મહિનો છે, ત્યારબાદ દસમો મહિનો શવ્વાલ કહેવાય છે. રમઝાન મહિનામાં, મુસ્લિમો ઈદનો ચંદ્ર દેખાય ત્યાં સુધી 29 કે 30 દિવસ સુધી રોઝા રાખે છે. રોઝા દરમિયાન, ઉપવાસ કરનારા મુસ્લિમો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કંઈપણ ખાતા કે પીતા નથી.
આ વર્ષે 30 દિવસનું રાખવામાં આવ્યા રોઝા
જે દિવસે ચંદ્ર દેખાય છે, તે જ દિવસે રોઝા પૂર્ણ થાય છે, આ ચંદ્રને ઈદનો ચંદ્ર કહેવામાં આવે છે. ઈદનો તહેવાર રાત્રે ચાંદ જોઈને પછી બીજા દિવસે ઉજવવામાં આવે છે, એટલે કે ઈદનો તહેવાર શવવાલ મહિનાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે, સાઉદી અરેબિયામાં પણ 30 દિવસના રોઝા રાખવામાં આવ્યા હતા. કારણ કે 8 એપ્રિલે ચંદ્ર દેખાયો ન હતો. સાઉદી અરેબિયા સહિત ખાડી દેશોમાં આજે ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે.


