– ૨૦૧૬ના માત્ર ૮૮ના આંકની સામે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં ૯૮૩ કંપનીઓના શેરમાં રોકાણ કર્યું
– ફ્રી ફ્લોટ પર એસેટ મેનેજમેન્ટ કંપનીઓની નજર
Updated: Nov 5th, 2023
અમદાવાદ : ભારતના મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં રોકાણ તબક્કાવાર નવા શિખરસર કરી રહ્યું છે. આ સાથે ઉદ્યોગનું રોકાણ ધરાવતી કંપનીઓની સંખ્યામાં પણ વધારો થયો. ઇક્વિટી ફંડ્સમાં વધતા રોકાણ વચ્ચે હાલમાં મ્યુચ્યુઅલ ફંડના નાણાંનું રોકાણ લગભગ ૧,૦૦૦ કંપનીઓમાં થાય છે.
પ્રાઈમએમએફ ડેટાબેઝના ડેટા અનુસાર ઓછું ફ્રી ફ્લોટ ધરાવતા શેરમાં જ મોટાભાગનું રોકાણ ધરાવે છે એટલેકે તે મર્યાદિત લિક્વિડિટી ધરાવતા શેરમાં તેમનું રોકાણ વધારે છે.
સપ્ટેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) વધીને લગભગ રૂ. ૪૮ લાખ કરોડ થઈ હતી, જેમાંથી અડધાથી વધુ ઇક્વિટી ફંડ દ્વારા જમા કરવામાં આવી હતી. કોવિડ-૧૯ની અનિશ્ચિતતા વચ્ચે જુલાઈ ૨૦૨૦માં આ કંપનીઓની સંખ્યા ઘટીને ૭૯૨ થઈ ગઈ હતી અને બાદમાં તેમાં ઝડપથી વધારો થયો છે.
જાણકારોના જણાવ્યા મુજબ કોરોના વેરા લોકોની આવક પર અસર થતા મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ ઘટતા તેની પ્રતિકૂળ અસર થઇ હતી.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં ૯૮૩ કંપનીઓના શેરમાં રોકાણ કર્યું હતું, જ્યારે ૨૦૧૬માં આ આંકડો માત્ર ૮૮ હતો. તમામ ૯૮૩ કંપનીઓનું એનાલિસિસ દર્શાવે છે કે મ્યુચ્યુઅલ ફંડોએ નાની કંપનીઓમાં રસ વધાર્યો છે કારણ કે તેઓએ તેમના પોર્ટફોલિયોમાં સુધારો કર્યો છે અને મૂડી પ્રવાહમાં વધારો કર્યો છે.
ટોપ-૧૦૦ હોલ્ડિંગ્સમાં કંપનીનું સરેરાશ માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. ૯૦,૦૦૦ કરોડ હતું. ત્યારબાદની ૧૦૦ હોલ્ડિંગમાં લગભગ રૂ. ૩૨,૦૦૦ કરોડ અને તેનાથી નીચેના એટલેકે (૨૦૧-૯૮૩ રેન્ક) માટે માર્કેટ કેપ રૂ. ૬૦૦૦ કરોડથી ઓછી છે.
ફ્રી ફ્લોટ પબ્લિકના હાથમાં અને ટ્રેડિંગ માટે ઉપલબ્ધ શેરનો સંદર્ભ આપે છે. ટોપ-૧૦૦ હોલ્ડિંગ્સમાં સરેરાશ ફ્રી ફ્લોટ આશરે રૂ. ૪૩,૦૦૦ કરોડ હતો. ત્યારબાદના ૧૦૦ શેરો માટે આ ઘટીને રૂ. ૧૫,૦૦૦ કરોડથી પણ ઓછું થઈ ગયું છે. બાદના બાકીના અનુગામી શેર્સ માટે સરેરાશ ફ્રી ફ્લોટ આશરે રૂ. ૨,૦૦૦ કરોડ હતો.
સ્મોલકેપ ફંડોમાં રોકાણકારોની રુચિ પાછલા વર્ષમાં વધી છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં પાંચમા સ્થાનની તુલનામાં ફંડ કેટેગરીની એયુએમ ૬૧ ટકા વધીને રૂ. ૧.૯૮ લાખ કરોડ થયા એયુએમ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી છે.