- દેશ છોડીને બાંગ્લાદેશ ભાગી રહેલા રોહિંગ્યાઓ પર ડ્રોન દ્વારા હુમલો
- 200થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે
- આ ડ્રોન હુમલામાં મહિલાઓ, બાળકો અને સમગ્ર પરિવારનો સમાવેશ થાય છે
રોહિંગ્યાઓને લઈને મ્યાનમારથી ફરી એકવાર એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. દેશ છોડીને બાંગ્લાદેશ ભાગી રહેલા રોહિંગ્યાઓ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 200થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. આ ડ્રોન હુમલામાં મહિલાઓ, બાળકો અને સમગ્ર પરિવારનો સમાવેશ થાય છે.
રખાઈન રાજ્યમાં આ સૌથી ઘાતક હુમલો કહેવાય છે
રોઇટર્સના અહેવાલ મુજબ, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે લોકો તેમના પ્રિયજનોની શોધમાં મૃતદેહોના ઢગલા ફેરવતા જોવા મળ્યા હતા. સોમવારે થયેલા ડ્રોન હુમલાનો ઉલ્લેખ કરતા સાક્ષીઓ, કાર્યકર્તાઓ અને એક રાજદ્વારીએ કહ્યું કે આ હુમલો પાડોશી દેશ બાંગ્લાદેશની સરહદ પર થયો હતો.
હુમલો ત્યારે થયો જ્યારે લોકો બાંગ્લાદેશ સરહદ પાર કરવાની રાહ જોઈ રહ્યા હતા
રખાઈન રાજ્યમાં આ સૌથી ઘાતક હુમલો કહેવાય છે અધિકારીઓએ જણાવ્યું કે એક ગર્ભવતી મહિલા અને તેની 2 વર્ષની પુત્રીનું પણ મોત થયું છે. આ હુમલાબાદ મલિશિયા અને મ્યાનમારની સેનાએ એકબીજા પર આરોપ લગાવ્યો હતો. આરોપ છે કે આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો બાંગ્લાદેશ સરહદ પાર કરવાની રાહ જોઈ રહ્યા હતા.
મૃતદેહો કીચડમાં રગદોળાયેલા જોવા મળ્યા
મીડિયા રિપોર્ટ મુજબ, આ હુમલો મ્યાનમારના દરિયાકાંઠાના શહેર મૌંગડોની બહાર થયો હતો. એક સાક્ષી, મોહમ્મદ ઇલ્યાસે, જણાવ્યું હતું કે તેની ગર્ભવતી પત્ની અને 2 વર્ષની પુત્રી હુમલામાં ઘાયલ થયા હતા અને બાદમાં મૃત્યુ પામ્યા હતા. ઇલ્યાસે જણાવ્યું કે જ્યારે ડ્રોને ભીડ પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે તે તેમની સાથે બીચ પર ઊભો હતો.
રોહિંગ્યા મુસ્લિમો કોણ છે?
વાસ્તવમાં રોહિંગ્યા મુસ્લિમો અને મ્યાનમારના બહુમતી બૌદ્ધ સમુદાય વચ્ચે 1948માં મ્યાનમારની આઝાદી બાદથી વિવાદ ચાલી રહ્યો છે. એવું કહેવાય છે કે મુસ્લિમો 16મી સદીથી રખાઈન રાજ્યમાં રહે છે, જેને અરાકાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એ સમય હતો જ્યારે મ્યાનમારમાં બ્રિટિશ શાસન હતું. જ્યારે પ્રથમ એંગ્લો-બર્મીઝ યુદ્ધ 1826 માં સમાપ્ત થયું, ત્યારે અરકાન પર બ્રિટિશ શાસન સ્થાપિત થયું. આ સમયગાળા દરમિયાન, અંગ્રેજ શાસકોએ બાંગ્લાદેશથી મજૂરોને અરાકાનમાં લાવવાનું શરૂ કર્યું. આ રીતે પાડોશી દેશ બાંગ્લાદેશથી મ્યાનમારના રખાઈનમાં આવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.


